અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 549.62 પોઈન્ટ (0.94 ટકા)ના ઉછાળા સાથે 58,960.60ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 175.15 પોઈન્ટ (1.01 ટકા)ની તેજી સાથે 17,486.95ના સ્તર પર બંધ થયો છે. દિવાળી પહેલા શેરબજારમાં (Stock Market India) તેજી આવતા રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એસબીઆઈ (SBI) 3.54 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 2.94 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 2.96 ટકા, નેશલે (Nestle) 2.59 ટકા, આઈટીસી (ITC) 2.48 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ એનટીપીસી (NTPC) -0.89 ટકા, એચડીએફસી (HDFC) -0.78 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -0.35 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) -0.32 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 0.29 ટકા.