અમદાવાદ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આ સાથે જ રોકાણકારોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 491.01 પોઈન્ટ (0.85 ટકા)ના વધારા સાથે 58,410.98ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 126.10 પોઈન્ટ (0.73 ટકા)ની તેજી સાથે 17,311.80ના સ્તર પર બંધ થયો છે. સાથે જ ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ભલે નબળી થઈ હોય, પરંતુ શેરબજાર બંધ ઉછાળા સાથે થયું છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ આજે શેરબજારમાં (Stock Market India) એક પણ શેરમાં એવી તેજી નથી જોવા મળી કે, જેનો ઉંચકાયેલા શેર્સમાં સમાવેશ થાય.
સૌથી વધુ ગગડેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) -2.23 ટકા, લાર્સન (Larsen) -1.49 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -1.37 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -0.79 ટકા, વિપ્રો (Wipro) -0.58 ટકા.