અમદાવાદ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 659 પોઈન્ટના ઉછાળા સાથે 59,688ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 174 પોઈન્ટના વધારા સાથે 17,799ના સ્તર પર બંધ થયો છે. તો આજે ઑટો, ઈન્ફ્રા અને FMCG શેર્સમાં પણ ખરીદી જોવા મળી રહી છે. જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેર પણ વધારા સાથે બંધ થયા છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 5.51 ટકા, બીપીસીએલ (BPCL) 3.98 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 3.22 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.20 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 2.58 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) 2.84 ટકા, તાતા સ્ટીલ (Tata Steel) -1.63 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -1.04 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) -1 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -0.82 ટકા.