અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) સામાન્ય ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (bombay stock exchange news) 48.99 પોઈન્ટ (0.08 ટકા)ના ઘટાડા સાથે 59,196.99ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (national stock exchange news) 10.20 પોઈન્ટ (0.06 ટકા)ના ઘટાડા સાથે 17,655.60ના સ્તર પર બંધ થયો છે. જોકે, સેન્સેક્સ હજી પણ 59,000ની ઉપર રહેવામાં સફળ રહ્યું છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 3.10 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 2.82 ટકા, એનટીપીસી (NTPC) 2.40 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 1.69 ટકા, તાતા સ્ટિલ (Tata Steel) 1.59 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.34 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -2.29 ટકા, બ્રિટેનિયા (Britannia) - 1.47 ટકા, યુપીએલ (UPL) -1.17 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -1.15 ટકા.