ETV Bharat / business

ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ, BSE Sensex અને NSE Nifty માં નજીવો વધારો નોંધાયો - BSE મિડકેપ

ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું છે. BSE Sensex 122 પોઈન્ટના વધારા સાથે 71,437 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર Nifty 0.13 ટકાના વધારા સાથે 21,445 પર બંધ થયો હતો. STOCK MARKET CLOSING BELL UPDATE

ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ
ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 4:53 PM IST

મુંબઈ : કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું છે. BSE પર Sensex 122 પોઈન્ટના વધારા સાથે 71,437 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર Nifty 0.13 ટકાના વધારા સાથે 21,445 પર બંધ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એફએમસીજી અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં મજબૂત વલણ નોંધાતા મંગળવારે ધીમી ગતિએ શરૂ થયેલું સેશન સારા લાભ સાથે સમાપ્ત થયું હતું.

મજબૂત સ્ટોકની સ્થિતિ : બેન્ચમાર્ક સૂચકાંકો પર કોલ ઈન્ડિયા, નેસ્લે ઇન્ડિયા, એનટીપીસી, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, આરઆઈએલ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, એચયુએલ, એક્સિસ બેંક અને આઈટીસીના શેર ટોપ ગેનર્સની યાદીમાં ટ્રેડ થઈ રહ્યા હતા. દરમિયાન BSE મિડકેપમાં 0.31 ટકાના ઘટાડા સાથે વ્યાપક બજાર અંતમાં મિશ્રિત રહ્યું હતું. પરંતુ BSE સ્મોલકેપમાં 0.10 ટકા વધારો થયો હતો.

IT સેક્ટર ડાઉન : સેક્ટર્સમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 1.4 ટકા વધ્યો હતો. ત્યારબાદ નિફ્ટી પીએસયુ બેન્ક 0.8 ટકા ઉપર રહ્યો હતો. તેનાથી વિપરીત નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 0.95 ટકા ઘટ્યો હતો, ત્યારબાદ નિફ્ટી ઓટો 0.75 ટકા નીચે રહ્યો હતો.

મંગળવારનો શરુઆતી કારોબાર : કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત મજબૂત વલણ સાથે થઈ છે. BSE પર સેન્સેક્સ 49 પોઈન્ટથી વધુના મામૂલી વધારા સાથે 71,360 પર ખુલ્યો હતો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.25 ટકાના મામૂલી વધારા સાથે 21,423 પર ખુલ્યો હતો. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 17 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જેમાંથી સન ફાર્મા, એક્સિસ બેન્ક, NTPC, નેસ્લે અને ICICI બેંકના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

  1. બજારની ચાલી રહેલી તેજી પર બ્રેક, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ
  2. શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું; બુલ્સ પાવર, સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ઉછળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.