ETV Bharat / business

Stock Market Closing Bell : સતત બીજા દિવસે માર્કેટમાં કડાકો, BSE Sensex 300 પોઇન્ટ તૂટ્યો - NSE Nifty ઈનડેક્સ

ગત અઠવાડીયામાં શેરબજારે નવી ઊંચાઈઓ સર કરી રેકોર્ડ બનાવ્યા હતા. ખૂબ સારા પ્રદર્શન બાદ અઠવાડિયાના અંતે શેરમાર્કેટમાં ફિયાસ્કો થયો છે. આજે બજારની નબળી શરુઆત બાદ ટ્રેડીંગ સેશનના અંતમાં BSE Sensex 300 પોઈન્ટ જેટલો તૂટીને 66,384 પર બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઇન્ડેક્સ પણ ગગડીને 19,672 પોઈન્ટ પર બંધ થયો હતો.

Stock Market Closing Bell
Stock Market Closing Bell
author img

By

Published : Jul 24, 2023, 4:19 PM IST

મુંબઈ : ગત અઠવાડિયામાં નવા રેકોર્ડ અને સારા પ્રદર્શન બાદ અંતે શેરમાર્કેટમાં ફિયાસ્કો થયો છે. ત્યારે આજે સતત બીજા દિવસે શેરમાર્કેટમાં કડાકો બોલ્યો હતો. દિવસની નબળી શરુઆત બાદ ટ્રેડીંગ સેશનના અંતે BSE Sensex 300 પોઈન્ટ જેટલો તૂટીને 66,384 પર બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઇન્ડેક્સ પણ ગગડીને 19,672 પોઈન્ટ પર બંધ થયો હતો.

BSE સેન્સેક્સ : આજે 24 જુલાઈ, સોમવારના રોજ BSE Sensex 66,629.14 પર ખુલીને નબળી શરુઆત કરી હતી. બાદમાં ટ્રેડીંગ સેશન દરમિયાન 66,326.25 ડાઉન જઈને મહત્તમ 66,808 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો. પરંતુ સેશનના અંતમાં લગભગ 300 પોઈન્ટ તૂટીને 66,384.78 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ગત શુક્રવારે BSE Sensex 66,684.26 બંધ થયો હતો. બાદમાં ટ્રેડીંગ સેશન દરમિયાન 66,533 ડાઉન જઈને મહતમ 67,190 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો.

NSE Nifty ઈનડેક્સ : NSE Nifty ઈનડેક્સ આજે NSE નિફ્ટી 19,748.45 પર ખુલ્યો હતો. જ્યારે આજે ટ્રેડિંગ સેશન દરમિયાન 19,658 ડાઉન અને 19,782 મહત્તમ ઊંચાઈ પર પહોંચ્યો હતો. પરંતુ આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ પણ 73 પોઈન્ટ જેટલો તૂટીને 19,672.35 પોઈન્ટ પર બંધ થયો હતો. જોકે, ગત શુક્રવારે Nifty ઈનડેક્સ 234 પોઈન્ટ જેટલો તૂટીને 19,745 પોઈન્ટ પર બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં આરઈસી (6.86 %), કેન ફિન હોમ્સ (6.24 %), પાવર ફાઇનાન્સ (5.62 %), જીએમઆર એરપોર્ટ્સ (5.2 %) અને ગ્લેનમાર્ક (4.67 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં યુનાઇટેડ સ્પિરિટ્સ (-5.91 %), બાયોકોન (-5.47 %), IGL (-4.8 %), અતુલ (-4.42 %) અને આઇટીસી (-3.89 %)નો સમાવેશ થાય છે.

શેરબજારમાં દબાણ : મેટલ, એફએમસીજી અને બેન્કિંગ શેરોમાં વેચવાલીથી શેરબજાર દબાણ હેઠળ છે. જ્યારે ઓટો, PSU બેન્કિંગ અને IT ક્ષેત્રના શેરોમાં ખરીદીને સપોર્ટ મળી રહ્યો છે. નિફ્ટીમાં સમાવિષ્ટ શેરોમાં ટોપ લૂઝર કોટક બેન્કનો શેર 3.3% ઘટ્યો છે. અગાઉ શુક્રવારે ભારતીય બજારોમાં મજબૂત પ્રોફિટ-બુકિંગ નોંધાયું હતું.

રોકાણકારો ધોવાયા : અઠવાડીયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે વેચવાલી સાથે BSE Sensex અને NSE Nifty ઇન્ડેક્સમાં કડાકો બોલ્યો હતો. BSE Sensex લગભગ 887 પોઈન્ટ અને NSE નિફ્ટી 234 પોઇન્ટ તૂટ્યો હતો. NSE નિફ્ટીએ પણ રોકાણકારો ધોઈ નાખ્યા હતા. તેના કારણે રોકાણકારોને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

કોર્પોરેટ મંત્રાલયની તવાઈ : શેરમાર્કેટના સૂત્રોના મુજબ ઇરોઝ ઇન્ટરનેશનલ કોર્પોરેટ મંત્રાલયના (MCA) રડાર પર છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ ઇરોઝ ઇન્ટરનેશનલ SEBI ના રડાર પર આવી ગયું છે. MCA એ ઈરોઝ ઈન્ટરનેશનલ સામે ઈન્સ્પેક્શનનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, આ કંપની સિવાય પણ અન્ય 5 કંપનીઓ પર પણ શેરમાર્કેટમાં કામકાજ માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ પ્રતિબંધ મુક્યો છે.

  1. Insurance Claim For Flood: પૂરથી થયેલું નુકસાન, આ રીતે વસૂલાત માટે વીમાનો દાવો કરો
  2. Share Market updates: નબળા પરિણામની અસર, સેંસેક્સમાં 100 પોઈન્ટો કડાકો બોલી ગયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.