મુંબઈ : સતત પાંચ દિવસથી નવા રેકોર્ડ બનાવ્યા બાદ આજે 21 જુલાઈ શુક્રવારના રોજ શેરબજારની નબળી શરુઆત થઈ છે. BSE Sensex 66,907.07 પર ખુલ્યો હતો. જે લગભગ 550 પોઈન્ટ ઘટાડો દેખાડે છે. જ્યારે NSE Nifty Index આજે લગભગ 550 પોઈન્ટ ઘટીને 19,800.45 પર ખુલ્યો હતો. NSE Nifty IT ઇન્ડેક્સ 3.5% તૂટ્યો અને ઈન્ડેક્સમાં નબળા માર્ગદર્શનને કારણે ઈન્ફોસિસનો શેર 8% ઘટ્યો છે.
નબળી શરુઆત : આજે 21 જુલાઈ શુક્રવારના રોજ શેરબજારમાં ભારે વેચવાલી નોંધાઈ રહી છે. BSE Sensex 550 પોઈન્ટ ઘટીને 66,907.07 પર ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં જ 66,755 સુધીના તળીયા પર સરકી ગયો હતો. ઉલ્લેખનિય છે કે, BSE Sensex ગઈકાલે 67,571.90 બંધ થયો હતો. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન ડાઉન 66,831.38 થઈ અને 67,619.17ની નવી હાઈ બનાવી હતી.
નિફ્ટીમાં કડાકો : આજે NSE Nifty 19,800.45 પર ખુલ્યો હતો. જે ગતરોજ 19831.70 ખુલીને ટ્રેડિંગ સેશનને અંતે 19,979.15 બંધ થયો હતો. આજે નિફ્ટીમાં પણ 130 પોઈન્ટ જેટલો કડાકો બોલ્યો છે. ઉલ્લેખનિય છે કે, NSE Nifty Index કાલે સૌથી ડાઉન 19,758.40 જઈ ત્યાંથી ફરી ઝડપથી બાઉન્સ થઈ 19,991.85ની નવી હાઈ બનાવી હતી.
IT સ્ટોકની ડૂબકી : IT સેક્ટરના સ્ટોક શેરબજાર પર દબાણ લાવવાનું કામ કરી રહ્યા છે. NSE પર નિફ્ટી IT ઇન્ડેક્સ 3.5% તૂટ્યો છે. ઈન્ડેક્સમાં નબળા માર્ગદર્શનને કારણે ઈન્ફોસિસનો શેર 8% ઘટ્યો છે. HCL ટેક અને પર્સિસ્ટન્ટના શેરમાં 2-2 ટકાનો ઘટાડો છે. આ પહેલા ગુરુવારે ભારતીય શેરબજારે સતત છઠ્ઠા દિવસે તેજી નોંધાવી હતી. BSE સેન્સેક્સ 474 પોઈન્ટ વધીને 67,571.90 પર બંધ રહ્યો હતો. જોકે, આજે જેટ એરવેઝ ફરી ટેકઓફ કરવા તૈયાર છે ત્યારે બજાર પર તેની કોઈ ખાસ અસર થવાની શક્યતા છે.
વૈશ્વિક બજાર : ભારતીય શેરબજારમાં અમેરિકન બજાર અને વૈશ્વિક બજારની ભારે અસર જોવા મળે છે. ત્યારે ભારે ઉતાર-ચઢાવ વચ્ચે USમાં મિશ્ર સ્થિતિ છે. DOW 165 પોઈન્ટ ઉછળીને 16 મહિનાની ટોચે છે. DOW પર સતત 9 દિવસથી ખરીદી ચાલી રહી છે. 2017 પછી આવું પ્રથમવાર બની રહ્યું છે. IT શેરોમાં ભારે વેચવાલી પર NASDAQ 2% નીચે રહ્યો હતો. જ્યારે S&P 500 અને રસેલ 2000 પણ દબાણ હેઠળ છે. નબળા માર્ગદર્શનના કારણે TESLA ના સ્ટોક 10% નીચે રહ્યા હતા. ત્યારે એલોન મસ્કે કંપની વાહનોની કિંમતોમાં વધુ ઘટાડો કરી શકે તેવું નિવેદન આપ્યું હતું.