મુંબઈ: યુએસ બજારોમાં સકારાત્મક વલણ અને આઈટી શેરોમાં ખરીદી વચ્ચે સોમવારે શરૂઆતના કારોબારમાં શેરબજારો વધ્યા હતા.આગળના બે ટ્રેડિંગ સેશનમાં બજાર ઘટ્યું હતું. શરૂઆતના કારોબારમાં BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 158.02 પોઈન્ટ વધીને 62,783.65 ના સ્તર પર પહોંચી ગયા છે. NSE નિફ્ટી 70.2 પોઈન્ટ વધીને 18,633.60 પર હતો. શુક્રવારે સેન્સેક્સ 223.01 પોઈન્ટ અથવા 0.35 ટકા ઘટીને 62,625.63 પર બંધ થયો હતો. એ જ રીતે, નિફ્ટી 71.15 પોઈન્ટ અથવા 0.38 ટકાના ઘટાડા સાથે 18,563.40 પર બંધ રહ્યો હતો.
નફા અને નુકસાનવાળા શેરો: ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા કન્સલ્ટન્સી સેન્સેક્સ પેકમાં મુખ્ય નફાકારક હતા. બીજી તરફ લાર્સન એન્ડ ટુબ્રો, ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કમાં ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.12 ટકા ઘટીને $73.95 પ્રતિ બેરલ હતું.
ડોલર સામે રૂપિયો: ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે સોમવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 7 પૈસા સુધરીને 82.40 થયો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, રૂપિયો ડોલર સામે 82.45 પર ખૂલ્યો હતો, અને પછી તેના પાછલા બંધ ભાવ કરતાં સાત પૈસાનો વધારો નોંધાવીને 82.40 પર સુધર્યો હતો.
વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ: શુક્રવારે અમેરિકન ચલણ સામે રૂપિયો 82.47 પર બંધ થયો હતો. દરમિયાન, છ મુખ્ય ચલણોની બાસ્કેટ સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.07 ટકા વધીને 103.62 થયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.12 ટકા ઘટીને બેરલ દીઠ 73.95 ડોલર થયો હતો. શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ચોખ્ખા ધોરણે રૂપિયા 308.97 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
આ પણ વાંચો: