મુંબઈ: વૈશ્વિક બજારોમાં તેજી અને વિદેશી ભંડોળના સતત પ્રવાહને પગલે મુખ્ય શેર સૂચકાંકોએ શુક્રવારે શરૂઆતના વેપારમાં વધારો નોંધાવ્યો હતો. આ દરમિયાન BSE નો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 135.43 અંક વધીને 62,984.07 ના સ્તર પર પહોંચી ગયા છે. NSE નિફ્ટી 42.1 પોઈન્ટ વધીને 18,676.65 પર હતો.
નફા અને નુકસાન વાળા શેરો: સેન્સેક્સ શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, ટાઇટન, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલ સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસિસ, એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંકમાં ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.51 ટકા ઘટીને 75.57 ડોલર પ્રતિ બેરલ પર હતું. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ગુરુવારે રૂપિયા 212.40 કરોડના શેર ખરીદ્યા હતા.
ડોલર સામે રૂપિયો: ઇક્વિટી બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે શુક્રવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો 5 પૈસા સુધરીને 82.46 પર પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વિદેશી ભંડોળના પ્રવાહે પણ ભારતીય ચલણને ટેકો આપ્યો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 82.49 પર મજબૂત ખૂલ્યો હતો અને 82.45 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.આ લેખ લખાય છે ત્યારે, રૂપિયો તેના અગાઉના બંધ ભાવ કરતાં પાંચ પૈસાનો વધારો નોંધાવીને 82.46 પર હતો. ગુરુવારે ડોલર સામે રૂપિયો 82.51 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.04 ટકા વધીને 103.38 પર પહોંચ્યો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.50 ટકા ઘટીને બેરલ દીઠ 75.58 ડોલર હતું.
આ પણ વાંચો: