ETV Bharat / business

Share Market India: છેલ્લા દિવસે શેરબજારની બગડી બાજી - એલઆઈસી શેર્સ ફાળવણી

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 136.69 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 25.85 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: છેલ્લા દિવસે શેરબજારની બગડી બાજી

author img

By

Published : May 13, 2022, 3:52 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટડા સાથે બંધ થયું છે. તેના કારણે બાજી બગડી છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 136.69 પોઈન્ટ (0.26 ટકા)ના ઘટાડા સાથે 52,793.62ના સ્તર પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 25.85 પોઈન્ટ (0.16 ટકા)ના ઘટાડા સાથે 15,782.15ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ
શેરબજારની આજની સ્થિતિ

નિષ્ણાતના મતે - ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ ફૂગાવો અને હૉકીશ ફેડ બજારો માટે હેડવિન્ડ છે. કારણ કે, બોન્ડની ઉપજ વધી રહી છે. તેના કારણે રોકાણકારો ઈક્વિટી ક્લાસમાંથી ડેટ તરફ વળી રહ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને માર્કેટ ટર્બ્યુલન્સે સેફ હેવન ડોલરની ખરીદીને ટ્રિગર કરી છે. જ્યારે સ્થાનિક બજાર માટે વધુ હેડવાઈન્ડ ભારતનો કન્ઝ્યૂમર પ્રાઇસ ઈન્ડેક્સ (CPI) છે, જે 8 વર્ષની ઊંચી સપાટીએ 7.79 ટકા સુધી વધ્યો છે. સતત ચોથા મહિને રિટેલ ફૂગાવો 6 ટકાની ઉપર રહ્યો છે. તો બજાર ઓવરસોલ્ડ હોવાથી બાઉન્સ બેકની અપેક્ષા રાખી શકાય છે, પરંતુ બજારનું ટેક્સચર નબળું છે. લાંબા ગાળાના રોકાણકારો માટે ઉચ્ચ ગુણવત્તાની નાણાકીય અને IT રોકાણની તકો પૂરી પાડે છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - તાતા મોટર્સ (Tata Motors) 8.19 ટકા, સન ફાર્મા (Sun Pharma) 3.81 ટકા, એમ એન્ડ એમ (M&M) 2.50 ટકા, એચયુએલ (HUL) 2.30 ટકા, યુપીએલ (UPL) 2.06 ટકા.

આ પણ વાંચો- જાણો, શેરબજારમાં રોકાણના ફાયદા અને ગેરફાયદા

સૌથી વધુ ગગડેલા શેર્સ - હિન્દલ્કો (Hindalco) -4.57 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -4.13 ટકા, એસબીઆઈ (SBI) -3.84 ટકા, એનટીપીસી (NTPC) -3.23 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -2.67 ટકા.

આ પણ વાંચો- RBI રેપો રેટમાં વધારો એ ફિક્સ્ડ ડિપોઝિટર્સ માટે વરદાન પણ લોનધારકોને નુકસાન

LICએ ફાળવ્યા શેર્સ - LICએ શેર્સની ફાળવી કરી (LIC shares allotment) દીધી છે. કંપનીએ બોલી લગાવનારા રોકાણકારોને ગુરુવારે રાત્રે શેર્સની ફાળવણી કરી હતી. કંપનીએ પ્રતિ શેર 949 રૂપિયાની પ્રાઈઝ પર શેર ફાળવ્યા છે. હવે રોકાણકારોની નજર આ શેર્સના લિસ્ટિંગ પર છે. LICના શેર 17 મેએ BSE અને NSEમાં લિસ્ટ થશે. હવે રોકાણકારો BSE અને NSEમાં આ શેર્સને ખરીદી અને વેંચી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.