ETV Bharat / business

Share Market India: શેરબજારમાં પરત ફરી તેજી, LIC પછી હવે કયા IPO આવશે, જૂઓ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 517.95 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 141.30 પોઈન્ટની મજબૂતી સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારમાં પરત ફરી તેજી, LIC પછી હવે કયા IPO આવશે, જૂઓ
Share Market India: શેરબજારમાં પરત ફરી તેજી, LIC પછી હવે કયા IPO આવશે, જૂઓ
author img

By

Published : May 5, 2022, 10:16 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 517.95 પોઈન્ટના વધારા સાથે 56,186.98ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 141.30 પોઈન્ટ (0.85 ટકા)ની મજબૂતી સાથે 16,822.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- શું છે CIBIL Score અને તેની ગણતરી કેવી રીતે કરવી ? જાણો બસ એક ક્લિકમાં...

LIC પછી આ કંપની લાવશે IPO - LIC પછી હવે સેબીએ 8 IPOને મંજૂર આપી છે. જોકે, અત્યાર સુધી કંપનીઓ IPO ક્યારે લાવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આપને જણાવી દઈએ કે, કંપની ફેબ ઈન્ડિયા (Fabindia), સ્પેશિયાલિટી કેમિકલ કંપની એથર ઈન્ડસ્ટ્રીઝ (Aether Industries), સિરમા એસજીએસ ટેકનોલોજી (Syrma SGS Technology), એશિયાનેટ સેટેલાઈટ કમ્યુનિકેશન્સ (Asianet Satellite Communication), સનાતન ટેક્સટાઈલ્સ (Sanathan Textiles), કેપિલરી ટેકનોલોજિઝ (Capillary Technologies), હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલ લિમિટેડ (Harsha Engineers) અને ઈનફીનિયન બાયોફાર્મા (Infinion Biopharma)ના નામ શામેલ છે.

આ પણ વાંચો- RBIની રેપો રેટને લઈને મહત્વની જાહેરાત, ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 150 પોઈન્ટ ઉછળ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.07 ટકાના સામાન્ય ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.94 ટકાના ઉછાળા સાથે 16,721.85ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. સાથે જ હેંગસેંગ 0.28 ટકાના ઉછાળા સાથે 20,927ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો કોસ્પી 0.11 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે. આ સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.37 ટકાના ઉછાળા સાથે 3,058.28ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.