અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેરબજારની (Share Market India) ખરાબ શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 736.18 પોઈન્ટ (1.32 ટકા)ના ઘટાડા સાથે 54,966.05ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 231 પોઈન્ટ (1.38 ટકા) તૂટીને 16,451.70ના સ્તર પર ગગડી ગયો છે.
આ પણ વાંચો- Petrol Diesel Price in Gujarat: પેટ્રોલ-ડીઝલના ભાવ હજી કેટલા દઝાડશે?
વૈશ્વિક બજારની સ્થિતિ- આજે એશિયન બજારમાં નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 261.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.12 ટકાના વધારા સાથે 26,850.53ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.42 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ સાથે જ તાઈવાનનું બજાર 2 ટકાના ઘટાડા સાથે 16,362.91ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 2.99 ટકાના ઘટાડા સાથે 20,170.86ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 1.47 ટકા તૂટીને વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 1.52 ટકાના ઘટાડા સાથે 3,021.07ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Gold Silver Price in Gujarat : સાનો ચાંદીના ભાવે મારી છલાંગ
સારા સમાચારઃ ભારતીય રિઝર્વ બેન્કે ભલે રેપોરેટમાં વધારો કર્યો છે, પરંતુ 5 બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ બેન્કમાં બંધન બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને ICICI બેન્ક સામેલ છે.