ETV Bharat / business

Share Market India: પહેલા દિવસે શેરબજારમાં ધબડકો, કયા શેર્સે રોકાણકારોને રડાવ્યા, જૂઓ

સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજાર (Share Market India) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 84.88 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 33.45 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: પહેલા દિવસે શેરબજારમાં ધબડકો, કયા શેર્સે રોકાણકારોને રડાવ્યા, જૂઓ
Share Market India: પહેલા દિવસે શેરબજારમાં ધબડકો, કયા શેર્સે રોકાણકારોને રડાવ્યા, જૂઓ
author img

By

Published : May 2, 2022, 3:42 PM IST

Updated : May 2, 2022, 3:49 PM IST

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારમાં (Share Market India) આખો દિવસ નિરાશાજનક માહોલ રહ્યો હતો. આજે પહેલા જ દિવસે ભારતીય શેરબજાર (Share Market India) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 84.88 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 56,975.99ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 33.45 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 17,069.10ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ
શેરબજારની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 4.03 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) 2.46 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 1.89 ટકા, તાતા સ્ટિલ (Tata Steel) 1.81 ટકા, આઈટીસી (ITC) 1.39 ટકા.

આ પણ વાંચો- ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ કમાણી કેવી રીતે કરવી? જાણો ઉપાય

સૌથી વધુ ગગડેલા શેર્સ - એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -3.38 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -3.28 ટકા, ટાઈટન કંપની (Titan Company) -3.03 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) -2.92 ટકા, વિપ્રો (Wipro) -2.74 ટકા.

આ પણ વાંચો- બિટકોઈન, XRP સહિત અનેક કરન્સીમાં ઉછાળો, જાણો નવી કિંમત

LIC IPO અંગે માહિતી - LICના IPOમાં (LIC IPO) એન્કર ઈન્વેસ્ટર્સને ઘણા રસ દાખવ્યો છે. 2 મેએ શરૂ થવાની થોડા જ સમયમાં એન્કર ઈન્વેસ્ટર્સ પોર્શન ઓવર સબ્સ્ક્રાઈબ્ડ થઈ ગયો છે. માનવામાં આવે છે કે, આ ઈશ્યુમાં સોમવારે નોર્ગેસ બેન્ક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને GICએ ઈન્વેસ્ટ કર્યું છે. નોર્ગેસ બેન્ક નોર્વેની સોવરેન વેલ્થ ફંડ છે. જ્યારે GIC સિંગાપોરની સોવરેન વેલ્થ ફંડ છે. LIC IPOના માધ્યમથી 21,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા જઈ રહી છે. આ માટે 902-949 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રાઈસ બેન્ડનાા ઉપરી લેવલે તે એન્કર ઈન્વેસ્ટર્સથી 5,630 કરોડ રૂપિયા એકત્રિત કરી રહી છે.

Last Updated : May 2, 2022, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.