અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 304.32 પોઈન્ટ (0.56 ટકા)ના ઘટાડા સાથે 54,090.91ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્ચસેન્જનો નિફ્ટી (Nifty) 101 પોઈન્ટ (0.62 ટકા) તૂટીને 16,115ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- આવકવેરા રિટર્ન ફાઇલ કયારે કરી શકાય, જાણો તે વિશે...
વૈશ્વિક શેરબજારની સ્થિતિ - આજે એશિયન બજામાં નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 121 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 1.68 ટકાના ઘટાડા સાથે 26,362.76ની આસપાસ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.12 ટકા ગગડ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 2.33 ટકા તૂટીને 14,007.02ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.78 ટકાના ઘટાડા સાથે 20,960.16ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય કોસ્પી 1.16 ટકા તૂટ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.20 ટકાના ઘટાડા સાથે 3,304.84ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.
આ પણ વાંચો- પેન્શનધારકોને લઈને EPFOનો મોટો નિર્ણય, બધાને એકસાથે મળશે લાભ
આ શેર્સ કરાવી શકે છે ફાયદો - યુરેકા ફોર્બ્સ (Eureka Forbes), વીએસટી ઈન્ડસ્ટ્રીઝ (VST Industries), હિન્દુસ્તાન ઝિન્ક (Hindustan Zinc), આઈટીઆઈ (ITI), તેજસ નેટવર્ક્સ (Tejas Networks), ડિક્સોન ટેકનોલોજીઝ (Dixon Technologies), આઈઓસી (IOC), બીપીસીએલ (BPCL), એચપીસીએલ (HPCL).