અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.33 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 316.89 પોઈન્ટ (0.55 ટકા) 57,045.31ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 72.30 પોઈન્ટ (0.42 ટકા)ના ઘટાડા સાથે 17,080.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- આરોગ્ય વીમા યોજનાઓમાં દાવા અથવા સંચિત બોનસ વિશે જાણો
વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 25 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.58 ટકાના ઘટાડા સાથે 27,987.20ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.33 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 1.58 ટકા તૂટીને 17,397.16ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 1.30 ટકાના વધારા સાથે 21,683.67ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. આ સિવાય શાંઘાઈ કોમ્પોઝિટ 0.35 ટકાના ઘટાડા સાથે 3,201.10ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો- financial goals: ચોક્કસ યોજના સાથે નાણાકીય લક્ષ્યો કેવી રીતે નક્કી અને પ્રાપ્ત કરવા ?, જાણો...
આજે આ શેર રહેશે ચર્ચામાં - આજે દિવસભર વિપ્રો (Wipro), ગેઈલ ઇન્ડિયા (GAIL India), અદાણી એન્ટરપ્રાઈસીઝ (Adani Enterprises), ઝોમેટો (Zomato), ભારતી એરટેલ (Bharti Airtel), ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ (Indiabulls Housing Finance), ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ (Gujarat Ambuja Exports), એમામી (Emami), ત્રિવેણી ટર્બાઈન (Triveni Turbine) જેવા શેર ચર્ચામાં રહેશે.