ETV Bharat / business

Share Market India: શેરબજારમાં પહેલા દિવસે જ તેજી, સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં ઉછાળો - Share Market India Update

સપ્તાહનો પહેલા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 433.30 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 132.80 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં પહેલા દિવસે જ તેજી, સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં ઉછાળો

author img

By

Published : Jun 27, 2022, 3:52 PM IST

અમદાવાદઃ સપ્તાહનો પહેલો દિવસ ભારતીય શેરબજાર (Share Market India) માટે સારો સાબિત થયો છે. કારણ કે, આજે શેરબજારની (Share Market India) ઓપનિંગ અને ક્લોઝિંગ બંને મજબૂત રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 433.30 પોઈન્ટ (0.82 ટકા)ના ઉછાળા સાથે 53,161.28ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 132.80 પોઈન્ટ (0.85 ટકા)ના વધારા સાથે 15,832.05ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોના ખિસ્સા પૈસાથી ભરાઈ ગયા હતા.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - ઓએનજીસી (ONGC) 3.31 ટકા, કૉલ ઈન્ડિયા (Coal India) 3.14 ટકા, લાર્સન (Larsen) 2.97 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 2.70 ટકા, યુપીએલ (UPL) 2.67 ટકા.

આ પણ વાંચો- સોનામાં રોકાણ કરવું હિતાવહ છે કે નહિ ?

સૌથી વધુ ગગડેલા શેર્સ - આઈશર મોટર્સ (Eicher Motors) -1.46 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -1.23 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -0.45 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -0.29 ટકા, બ્રિટેનિયા (Britannia) -0.18 ટકા.

આ પણ વાંચો- જો તમારે ઓછા વ્યાજ દરે લોન જોઈતી હોય તો, ઉચ્ચ ક્રેડિટ સ્કોર જાળવવો જરૂરી, જાણો કેવી રીતે

આવતીકાલે મળશે GST કાઉન્સિલની બેઠક - આવતીકાલે (મંગળવારે) જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે. તેમાં ક્રિપ્ટોકરન્સી, કેસિનો, ઓનલાઈન ગેમિંગ પર પણ 28 ટકા GST લગાવવા અંગે નિર્ણય થશે. આ બેઠકમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન પર 28 ટકા GST પર નિર્ણય ટળી શકે છે. જ્યારે કસિનો, ઓનલાઈન ગેમિંગ પર હાર્સ રેસિંગ પર 28 ટકા GSTની શક્યતા છે. જ્યારે પ્રાવસન અને હોસ્પિટાલિટી સેક્ટરને રાહત મળશે. તો ટૂર ઓપરેટર્સ માટે નવા માર્જિન સ્કીનની જાહેરાત પણ સંભવ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.