ETV Bharat / business

Share Market India: રોકાણકારોમાં ખુશી, સેન્સેક્સ 431 નિફ્ટી 161 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર ઉછાળા (Share Market India) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 431.48 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 161.10 પોઈન્ટ (0.91 ટકા)ના ઉછાળા સાથે 17,800.65ના સ્તર પર બંધ થયો છે.

Share Market India: રોકાણકારોમાં ખુશી, સેન્સેક્સ 431 નિફ્ટી 161 પોઈન્ટ ઉછળ્યો
Share Market India: રોકાણકારોમાં ખુશી, સેન્સેક્સ 431 નિફ્ટી 161 પોઈન્ટ ઉછળ્યો
author img

By

Published : Apr 8, 2022, 3:40 PM IST

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં (Share Market India) છેલ્લા દિવસે રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે, આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સેચન્જનો સેન્સેક્સ (Sensex) 431.48 પોઈન્ટ (0.73 ટકા)ના વધારા સાથે 59,466.43ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 161.10 પોઈન્ટ (0.91 ટકા)ના ઉછાળા સાથે 17,800.65ના સ્તર પર બંધ થયો છે.

નિષ્ણાતોના મતે- વેલ્થસ્ટ્રિટના કોફાઉન્ડર અજય સરાઓગીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોથા ક્વાર્ટરના પરિણામો ટૂંક સમયમાં શરૂ થશે અને બજારની મધ્યમગાળાની દિશાનો આધાર તેના પર રહેશે. નવી પરિણામ સિઝન કોર્પોરેટ્સ માટે એક લિટમસ ટેસ્ટ જેવી છે. જો તેઓ ઈનપુટ કોસ્ટમાં વૃદ્ધિને ગ્રાહકો પર પસાર કરવામાં સફળ રહ્યાં છે. તો એક વાત નક્કી છે કે, નવા વર્ષ માટેના અર્નિંગ્સ અંદાજમાં પોઝીટીવ રિરેટિંગ જોવા મળી શકે છે.

રવિ માર્કેટિંગ સિઝન પાછળ વપરાશી માગમાં તેજી પરત આવવાની શક્યતા - વેલ્થસ્ટ્રિટના કોફાઉન્ડર અજય સરાઓગીએ વધુમાં ઉમેંર્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રે પણ બમ્પર રવિ માર્કેટિંગ સિઝન પાછળ વપરાશી માગમાં તેજી પરત ફરે તેવી શક્યતાં છે, જેનો લાભ ઓટો જેવી કન્ઝ્યૂમર સેન્ટ્રિક ઈન્ડસ્ટ્રીઝને થઈ શકે છે. વર્તમાન ભાવે ઓટોમોબાઈલ શેર્સ વાજબી ભાવે ટ્રેડ થઈ રહ્યાં છે. તેમાં ઘટાડે ખરીદીનું વિચારી શકાય. PSU શેર્સમાં પણ લેવાલી જોવા મળી રહી છે. સરકાર મે મહિનામાં LICના IPOને લોન્ચ કરે તેવી અટકળો છે. જ્યાં સુધી બજારમાં ગરમી જળવાઈ શકે છે. નિફ્ટીમાં 18,300-18,400ની રેન્જમાં સપોર્ટ મળી શકે છે. ઘટાડે ખરીદવાનો વ્યૂહ જાળવી રાખવાનું સૂચન છે. છેલ્લાં ત્રણ દિવસોમાં ઘટાડા દરમિયાન બ્રોડ માર્કેટ મક્કમ રહ્યું છે, જે દર્શાવે છે કે, બીજી અને ત્રીજી હરોળમાં પણ ઈન્ટરેસ્ટ પરત ફરી રહ્યો છે.

આ પણ વાંચો- રેપો રેટ સતત 11મી વખત યથાવત, ફુગાવો વધ્યો

લિક્વિડિટી અંગે RBI ગવર્નરનું નિવેદન - ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikant Das ) કહ્યું હતું કે, આર્થિક પ્રવૃત્તિઓ કોરોનાથી પહેલાના સ્તર પર પહોંચી ગઈ છે. ઈકોનોમીમાં પણ રિકવરી આવી રહી છે. તેવામાં કેન્દ્રિય બેન્ક ધીમે ધીમે લિક્વિડિટી પરત લાવવાની શરૂઆત કરશે. આ કામ થોડા વર્ષમાં થશે, જેની શરૂઆત આ વર્ષે થઈ જશે. ખરેખર તો કોરોના મહામારી શરૂ થયા પછી ઈકોનોમિને સપોર્ટ આપવા માટે કેન્દ્રિય બેન્કે લિક્વિડિટી વધારવા માટે અનેક પગલાં ભર્યા હતા.

આ પણ વાંચો- Credit Card Benefits : વિદેશ પ્રવાસ દરમિયાન શ્રેષ્ઠ મિત્ર એટલે 'ક્રેડિટ કાર્ડ'

RBIની નવી જાહેરાત - અપને જણાવી દઈએ કે, RBIએ આજે (શુક્રવારે) સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનો ઉપયોગ સિસ્ટમમાં લિક્વિડિટીમાં ઘટાડો લાવવા માટે થશે. આનો ઈન્ટ્રેટ રેટ 3.75 ટકા હશે. જ્યારે કેન્દ્રિય બેન્કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલીટ (MSF) શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર ગ્રેસિમ (Grasim) 5.52 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 4.61 ટકા, આઈટીસી (ITC) 4.40 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 4.00 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 2.89 ટકા ઉંચકાયા છે. જ્યારે સિપ્લા (Cipla) - 2.53 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -1.36 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -1.12 ટકા, એનટીપીસી (NTPC) -1.01 ટકા, સન ફાર્મા (Sun Pharma) -0.69 ટકા ગગડ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.