અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 237.42 પોઈન્ટ (0.46 ટકા)ના ઉછાળા સાથે 51,597.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 56.65 પોઈન્ટ (0.37 ટકા)ના વધારા સાથે 15,350.15ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ આખરે એક અઠવાડિયા પછી ભારતીય શેરબજારમાં તેજી પરત આવી છે. કારણ કે, ગયા સપ્તાહમાં મોટા ભાગે શેરબજાર ઘટાડા (Share Market India) સાથે બંધ થયું હતું. ત્યારે પહેલા દિવસે રોકાણકારોની ખુશી પરત ફરી છે.
આ પણ વાંચો- શું ફરી RBI વ્યાજના દરોમાં કરશે વધારો ?
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - એચડીએફસી (HDFC) 4.16 ટકા, એચયુએલ (HUL) 3.96 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 3.23 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 3.17 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 3.04 ટકા.
આ પણ વાંચો- શું છે, ભારતનો 2022-23 નો વિકાસ દર
સૌથી વધુ ગગડેલા શેર્સ - તાતા સ્ટીલ (Tata Steel) -4.62 ટકા, ઓએનજીસી (ONGC) -4.35 ટકા, હિન્દલ્કો (Hindalco) -3.55 ટકા, યુપીએલ (UPL) -3.41 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) -2.96 ટકા.