ETV Bharat / business

Share Market India: છેલ્લા દિવસે રોકાણકારોના પૈસા ધોવાયા, થયો મોટો કડાકો - Share Market India Update

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,016.84 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 276.30 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: છેલ્લા દિવસે રોકાણકારોના પૈસા ધોવાયા, થયો મોટો કડાકો

author img

By

Published : Jun 10, 2022, 3:41 PM IST

Updated : Jun 10, 2022, 3:50 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આ સાથે જ રોકાણકારોની આશા પર પાણી ફરી ગયું છે અને તેમણે રડવાનો વારો આવ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,016.84 પોઈન્ટ (1.84 ટકા)ના ઘટાડા સાથે 54,303.44ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 276.30 પોઈન્ટ (1.68 ટકા) તૂટીને 16,201.80ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ
શેરબજારની આજની સ્થિતિ

શેરબજાર તૂટ્યું તેના કારણો- કાચા તેલની કિંમત, FIIની વેચવાલી, અમેરિકામાં મોંઘવારીના આંકડા અને રૂપિયો નીચલા સ્તર પર આવવાથી આજે ભારતીય શેરબજાર 700થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. ઓઈલની કિંમત હજી વધવાના સંકેત, મોંઘવારીમાં ઉછાળા સહિત અનેક કારણોથી આજે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. ચોતરફી વેચવાલીના કારણે બજાર ખૂલ્યાના 5 મિનીટની અંદર જ રોકાણકારોના 2.50 લાખ કરોડ રૂપિયા જેટલા નાણા ડૂબી ગયા હતા. તેના કારણે રોકાણકારોને રડવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો- શું છે, ભારતનો 2022-23 નો વિકાસ દર

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - ગ્રેસિમ (Grasim) 1.33 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 0.98 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 0.68 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (0.52 ટકા), બ્રિટેનિયા (Britannia) 0.50 ટકા.

આ પણ વાંચો- વિશ્વ બેન્કે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 7.5 ટકા કર્યું

સૌથી વધુ ગગડેલા શેર્સ - કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -4.02 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -3.94 ટકા, એચડીએફસી (HDFC) -3.77 ટકા, હિન્દલ્કો (Hindalco) -3.60 ટકા, રિલાયન્સ (Reliance) -3.25 ટકા.

Last Updated : Jun 10, 2022, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.