ETV Bharat / business

Share Market Updates : ભારતીય શેરબજાર ઉંધા માથે પટકાયું, NIFTY BANK માં 1800 પોઈન્ટનો કડાકો - HDFC Bank Stocks

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો છે. BSE Sensex 1129 પોઈન્ટ તૂટીને 71,999 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 385 પોઈન્ટના ઘટાડા સાથે 21,647 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે હાલ NIFTY BANK માં 1800 પોઈન્ટનો કડાકો બોલ્યો છે. Share Market Updates

Share Market Updates
Share Market Updates
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 10:08 AM IST

Updated : Jan 17, 2024, 1:47 PM IST

મુંબઈ : કારોબારી સપ્તાહના પ્રથમ બે દિવસ ભારે એક્શન બાદ આજે 17 જાન્યુઆરી, બુધવારના રોજ ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો છે. ગતરોજના 73,128 બંધ સામે BSE Sensex 1129 પોઈન્ટ તૂટીને 71,999 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty પણ ગતરોજના 22,032 બંધ સામે 385 પોઈન્ટના ઘટાડા સાથે 21,647 ના મથાળે ખુલ્યો હતો. નબળા વૈશ્વિક સંકેતો અને HDFC બેન્કના નબળા પરિણામોને કારણે આજે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી શકે છે. નબળા પરિણામોના કારણે HDFC બેન્કના સ્ટોક 5% ઘટ્યા છે. NSE પર બેન્ક નિફ્ટીમાં 2%નો ઘટાડો થયો છે.

NIFTY BANK માં કડાકો : બેન્કિંગ સેક્ટરમાં જોરદાર વેચવાલીથી ભારતીય શેરબજાર ગગડી રહ્યું હતું. NIFTY BANK ઇન્ડેક્સ લગભગ લગભગ 1800 પોઈન્ટનો કડાકો બોલાવી 46,270 પર ટ્રેડ કરી રહ્યો છે. જેમાં HDFC બેંકના સ્ટોક નબળા પરિણામોને કારણે 7% સુધી ગગડ્યા છે.

વૈશ્વિક બજાર : અમેરિકન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. DOW 230 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો, જ્યારે નાસ્ડેકના 6 દિવસના મજબૂત વલણને બ્રેક લાગી છે. ઉપરાંત સ્મોલકોપ્સમાં મોટા ઘટાડા સાથે રસેલ 2000 1.2% ગગડ્યો છે. બેંકના શેરમાં સતત બીજા દિવસે વધઘટ જોવા મળી રહી છે. નબળા પરિણામોને કારણે મોર્ગન સ્ટેનલીના શેર 4% ઘટ્યા હતા. જ્યારે સારા પરિણામો બાદ ગોલ્ડમેન 0.7% વધ્યો હતો. ડિસેમ્બર રિટેલ વેચાણમાં 0.4% વધારાનો અંદાજ છે.

ગ્લોબલ કોમોડિટી માર્કેટ : ડોલર ઇન્ડેક્સ 103 પાર થતા 1 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. કોમોડિટી માર્કેટમાં ચોતરફ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલ સતત બીજા દિવસે ઘટ્યું છે. જ્યારે બ્રેન્ટ 78 ડોલરની નીચે પહોંચ્યો છે. નેચરલ ગેસમાં 7% ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ સોનું અને ચાંદી અનુક્રમે 1 અને 1.5% ઘટ્યા છે. એલ્યુમિનિયમ સિવાયના તમામ બેઝ મેટલ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

  1. Share Market Closing Bell : શેરબજારની તેજીને બ્રેક લાગી, ભારે એક્શન બાદ BSE Sensex અને NSE Nifty રેડ ઝોનમાં બંધ
  2. Share Market Updates : રેકોર્ડ બ્રેકિંગ રેલીને લાગી બ્રેક, ભારતીય શેરબજારની સપાટ શરૂઆત

Last Updated : Jan 17, 2024, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.