નવી દિલ્હી: UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા માટે ચાર્જ લાગશે. જ્યારે આ સમાચાર અધૂરા તથ્યો સાથે સોશિયલ મીડિયા પર ફેલાયા તો લોકો ચિંતિત થઈ ગયા, કારણ કે હાલમાં મોટાભાગના લોકો રોજિંદા જીવનમાં UPI પેમેન્ટ પર નિર્ભર છે. UPIનું સંચાલન કરતી સંસ્થા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે તેમના દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
March Ending Side Effect: કાપડ ઉદ્યોગમાં દરરોજ 3000થી વધુ પાર્સલ પરત આવતા વેપારીઓમાં ચિંતા
સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ: વોઈસ ઓફ બેંકિંગના સ્થાપક અશ્વિની રાણાએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો 2000 રૂપિયાથી વધુની ચુકવણી UPI દ્વારા કરવામાં આવે છે, તો તેના પર વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે. તે બિલકુલ એવું નથી. UPI પેમેન્ટ યુઝર્સે ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે UPI હેઠળ 99.9 ટકા વ્યવહારો એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં થાય છે. આવા વ્યવહારો સૂચિત ફીથી પ્રભાવિત થશે નહીં. તેમણે કહ્યું કે PPI હેઠળ મર્ચન્ટ-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.5-1.1 ટકા ફી વસૂલવાની દરખાસ્ત કરવામાં આવી છે. PIB FactCheckએ UPI પેમેન્ટ વિશે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા સમાચારનો અંત આણ્યો છે કે સામાન્ય UPI વ્યવહારો પર કોઈ ચાર્જ લાગતો નથી.
કોને ફી ભરવાની રહેશે નહીંઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના પરિપત્ર અનુસાર પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-પીઅર મર્ચન્ટ (P2PM) માં બેંક એકાઉન્ટ અને PPI વૉલેટ વચ્ચે કોઈપણ પ્રકારની લેવડદેવડ માટે કોને ઇન્ટરચેન્જ ફી ચૂકવવાની રહેશે નહીં. કોઈ ફી ભરવાની રહેશે નહીં. આ નવો નિયમ નવા નાણાકીય વર્ષ 1લી એપ્રિલથી લાગુ કરવામાં આવશે.