મુંબઈ/ અમદાવાદઃ ફુગાવાનો જે દર મે મહિનામાં 2.96 ટકા હતો એ જુન મહિનામાં વધીને 4.49 ટકા સુધી પહોંચી ગયો છે. ટમેટા, આદુ, કોથમરી અને મરચા જેવી ખાદ્ય વસ્તુઓના ભાવ વધારાને કારણે ખાણી-પીણી માર્કેટને પણ અસર પહોંચી છે. આ ઉપરાંત, ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગની ગુજરાતી થાળી મોંઘી બની રહી છે.
મોટો યુટર્નઃ ચાર મહિના સુધી સતત એક પ્રકારનો ઘટાડો સામે આવ્યા બાદ અચનાક એક યુટર્ન જોવા મળ્યો છે. ટમેટાના સીધા જ ભાવ વધી જવાને કારણે શાકભાજી માર્કેટમાં રીતસરનો સિસકારો બોલી ગયો છે. જુન મહિનામાં ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યા બાદ છૂટક મોંઘવારી વધી ગઈ છે. મે મહિનામાં છૂટક મોંધવારીનો દર 4.31 ટકા રહ્યો હતો. જુન મહિનામાં એમાં મોટો વધારો જોવા મળતા એ દર 4.81 ટકા સુધી પહોંચી ગયો છે.
આંકડા એક નજરઃ સરકારના મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર મોટાભાગની ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓના ભાવમાં મોટો વધારો થયો છે. શાકભાજીથી લઈને કઠોળની દાળ સુધીની કોમોડિટીમાં એક પ્રકારનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે મે મહિનામાં તે દાળનો મોંઘવારી દર 6.56 ટકા હતો. લીલોતરી અને શાકભાજીનો ફુગાવાનો દર જૂનમાં -0.93 ટકા રહ્યો છે, જ્યારે મે મહિનામાં તે -8.18 ટકા હતો.
આવું છે ચિત્રઃ મસાલાનો ફુગાવો મે મહિનામાં 17.90 ટકાથી વધીને 19.19 ટકા થયો છે. દૂધ અને તેના સંલગ્ન ઉત્પાદનોના ભાવ મે મહિનામાં 8.91 ટકાની સરખામણીએ હજુ પણ 8.56 ટકા પર રહ્યા છે. ખાદ્ય અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 12.71 ટકા રહ્યો, જે મે મહિનામાં 12.65 ટકા હતો. ખાંડનો મોંઘવારી દર 3 ટકા હતો, જે ગયા મહિને 2.51 ટકા હતો.
વ્યાજ દરમાં વધારોઃ વ્યાજદરમાં શ્રેણીબદ્ધ વધારો થયા બાદ તેમાં કોઈ રીતે ઘટાડો કરવાનું શક્ય નથી. મહારાષ્ટ્રના કૃષિ વિભાગના રીપોર્ટમાંથી મળેલી એક વિગત અનુસાર ગત સીઝનમાં પણ ટમેટાના ભાવ સાવ નીચા ગયા હતા. ઉત્પાદન ખર્ચ પણ નીકળ્યો ન હતો. આ ઉપરાંત ટમેટાના બિયારણના ભાવ પણ વધી ગયા હતા. જેના કારણે વાવતર ઘટ્યું હતું. પાછલા વર્ષમાં પડેલા ફટકાને કારણે આ વખતે ખેડૂતોએ વાવેતર ઓછું કર્યું હતું. જેના કારણે આ વખતે ટામેટાના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.