ETV Bharat / business

International Trade in Rupees : આખી દુનિયા ભારત સાથે બિઝનેસ ડીલ ઈચ્છે છે, ટૂંક સમયમાં રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર થશે - आरबीआई

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે એક નિવેદનમાં કહ્યું છે કે, ટૂંક સમયમાં રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનશે. આ માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ઘણા દેશોની બેંકો સાથે વાતચીત કરી રહી છે.

Etv BharatInternational Trade in Rupees
Etv BharatInternational Trade in Rupees
author img

By

Published : Apr 23, 2023, 2:53 PM IST

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે આશા વ્યક્ત કરી હતી કે વેપારીઓ ટૂંક સમયમાં વિદેશીઓ સાથે રૂપિયામાં વેપાર સેટલ કરી શકશે. તેમણે કહ્યું કે ઘણા દેશોની ઘણી બેંકો ભારતીય બેંકો સાથે ખાસ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલી રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ UK, સિંગાપોર અને ન્યુઝીલેન્ડ સહિત 18 દેશોની સંબંધિત બેંકો સાથે સ્પેશિયલ રુપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ (SRVA) ખોલવા માટેની 60 વિનંતીઓને મંજૂરી આપી છે.

અન્ય દેશો સાથે રૂપિયામાં વેપાર થશેઃ પીયૂષ ગોયલે કહ્યું કે, કેન્દ્રીય બેંક આરબીઆઈ આ મામલે ઘણા દેશોની બેંકો સાથે વાતચીત કરી રહી છે. જો આ બાબતે સમજૂતી થઈ જશે તો ટૂંક સમયમાં ઘણા દેશો સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાનો ઉપયોગ થશે. તેમણે એમ પણ કહ્યું કે યુરોપિયન યુનિયન, યુકે અને કેનેડા જેવા વિકસિત પ્રદેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (એફટીએ) માટેની વાટાઘાટો 'અદ્યતન' તબક્કામાં છે.

આ પણ વાંચો: Akshaya Tritiya 2023: અખાત્રીજના દિવસે સોનું સસ્તુ થયું, ડીલર્સ પણ આપી રહ્યા છે ડિસ્કાઉન્ટ

સમગ્ર વિશ્વ ભારત સાથે વ્યાપાર સોદો ઈચ્છે છેઃ પીયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, કાઉન્સિલ અને યુરેશિયન ઈકોનોમિક યુનિયન ગ્રુપ પણ રૂપિયામાં વિદેશી વેપાર કરવા માટે ભારત સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. સમગ્ર વિશ્વ ભારત સાથે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર કરવા માંગે છે. ટેક્સટાઇલ સેક્ટર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમના બીજા તબક્કા વિશે સારી ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે, ખૂબ જ ટૂંક સમયમાં અમે યોજનાની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવા માટે મંજૂરી મેળવી શકીશું.

આ પણ વાંચો: Reliance Jio Profit: ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો ચોખ્ખો નફો વધીને રૂ.19,299 કરોડ થયો, JIOનો નફો 13 ટકા વધ્યો

ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશેઃ ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવા અંગે પીયૂષ ગોયલે કહ્યું કે, ટેક્સટાઈલ મંત્રાલયે ESG ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો છે. ટાસ્ક ફોર્સને સેક્ટરને વધુ ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ કેવી રીતે બનાવી શકાય તે અંગે સૂચનો કરવાની જવાબદારી સોંપવામાં આવશે. હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલય દ્વારા એક પોર્ટલ પણ રજૂ કરવામાં આવ્યું છે. નિકાસ અંગે પ્રધાનેે કહ્યું કે, ટેક્સટાઇલ સેક્ટર માટે 100 બિલિયન ડોલરનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.