ETV Bharat / business

GST Commodities Review:ગેસ, તેલ અને ટુથપેસ્ટ જેવી વસ્તુઓ સસ્તી થવાના એંધાણ

author img

By

Published : Apr 14, 2023, 12:31 PM IST

ચાલું વર્ષને ચૂંટણીનું વર્ષ માનવામાં આવે છે, પ્રજા એ આશા એ બેઠી છે કે, જીવનજરૂરી ચીજવસ્તુઓમાં થોડી રાહત મળી રહે. તેમની રોજિંદી જરૂરિયાતોને લગતી વસ્તુઓના ભાવમાં ઘટાડાથી રાહતના સમાચાર મળી શકે. આવનારા દિવસોમાં તે વસ્તુઓના કારણે જીએસટીના દરમાં ઘટાડો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટીની ફિટમેન્ટ કમિટીએ દર ઘટાડવા અંગે વિચારણા અને ચર્ચા શરૂ કરી દીધી છે.

GST Commodities Review:ગેસ, તેલ અને ટુથપેસ્ટ જેવી વસ્તુઓ સસ્તી થવાના એંધાણ
GST Commodities Review:ગેસ, તેલ અને ટુથપેસ્ટ જેવી વસ્તુઓ સસ્તી થવાના એંધાણ

નવી દિલ્હી: ચૂંટણીના વર્ષમાં જીએસટીના દરોમાં ફેરફાર કરીને સામાન્ય માણસને રાહત આપવાની કવાયત શરૂ થઈ ગઈ છે. જીએસટીની ફિટમેન્ટ કમિટીએ દર ઘટાડવા અંગે વિચારણા અને ચર્ચા શરૂ કરી દીધી છે. સામાન્ય માણસની રોજિંદી જરૂરિયાતો સાથે જોડાયેલી વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવાને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પણ વાંચોઃ PoS મશીન પર પિન નાખતી વખતે એલર્ટ રહેવા ગૃહ મંત્રાલયે જાહેર કર્યો વીડિયો

શેમાં ઘટશે ભાવઃ ગેસ લાઈટર, ગેસ સ્ટવ, પેન, હેર ઓઈલ, ટોયલેટરી આઈટમ્સ, ટૂથ પેસ્ટ, કોમ્પ્યુટર અને પ્રિન્ટરનો સમાવેશ થાય છે. જેના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિટમેન્ટ કમિટી ટૂંક સમયમાં આ અંગે પોતાનો રિપોર્ટ ફાઈનલ કરશે. જે બાદ GST કાઉન્સિલને રિપોર્ટ સોંપવામાં આવશે. GST કાઉન્સિલની બેઠક મેના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. તે બેઠકમાં આ અહેવાલમાં આખરી નિર્ણય લેવામાં આવી શકે છે.

ફેરફાર અંગે પગલાંઃ એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે આર્થિક ગતિવિધિઓની ગતિ ચાલુ છે. GST કલેક્શન પણ યોગ્ય સ્તરે આવી ગયું છે. આવી સ્થિતિમાં હવે GSTના દરોમાં ફેરફાર અંગે પગલાં લેવામાં આવી શકે છે. જોકે, રાજ્યોની સહમતિ બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. જો રોજબરોજની ચીજવસ્તુઓ પર GSTના દરો ઘટાડવામાં આવે છે, તો આશા છે કે રાજ્યોને આમાં કોઈ મુશ્કેલી નહીં પડે.

આ પણ વાંચોઃ Twitter Blue Tick: આ દિવસથી ટ્વિટર બ્લુ ટિક હટાવી દેશે, મસ્કની મોટી જાહેરાત

શું કહે છે એક્સપર્ટઃ GST ટેક્સ નિષ્ણાત નિખિલ ગુપ્તા કહે છે કે, તેના દરોને તર્કસંગત બનાવવા પાછળનો હેતુ GST ટેક્સ માળખાને સરળ બનાવવાનો છે. તેનાથી કલેક્શન વધી શકે છે. ભૂતકાળના અનુભવે સાબિત કર્યું છે કે, દરોમાં ઘટાડો થયો હોવા છતાં, સંગ્રહમાં વધારો મહત્તમ રહ્યો છે. અર્થશાસ્ત્રીઓ આને લેફર કર્વ તરીકે ઓળખે છે. આ ખ્યાલનો અર્થ એ છે કે સરકાર પાસે એવી તકો છે જેમાં ટેક્સના દરમાં ઘટાડો કરીને કલેક્શન વધારી શકાય છે.

યોગ્ય સમયઃ તાજેતરના ફુગાવાના આંકડા દર્શાવે છે કે છૂટક ફુગાવો છ ટકા નીચે ગયો છે. મોંઘવારી ઘટાડવા માટે આ એક યોગ્ય સમય લાગે છે. અર્થતંત્રમાં લોકોની ખરીદી એ સૌથી મહત્વની વસ્તુ છે. જો ટેક્સના દર ઓછા હશે તો વસ્તુઓ સસ્તી થશે, તેથી ખરીદી વધશે અને આર્થિક વિકાસ થશે. આ સાથે જો તેલ અને પેટ્રોલ ડીઝલની કિંમતમાં થોડો પણ ફેર પડે તો ખરા અર્થમાં લોકોને રાહતનો અનુભવ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.