નવી દિલ્હી: અલસ્ટોમ,સિમેન્સ, હિટાચી, સ્ટેડલર રેલ, વેબટેક અને આર્કો સહિતની વૈશ્વિક કંપનીઓએ (Global companies) ભારતીય રેલ્વે (Indian Railways) દ્વારા ગુજરાતમાં દાહોદ ખાતે રૂપિયા 20,000 કરોડના અંદાજિત મૂડીરોકાણમાં નવી લોકોમોટિવ સુવિધા વિકસાવવામાં રસ દર્શાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલીક વિદેશી અને સ્થાનિક કંપનીઓએ 9,000 હોર્સપાવર (HP)ના 1,200 ઇલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન અને સપ્લાય માટે પ્રી-બિડ કન્સલ્ટેશનમાં ભાગ લીધો હતો. સ્થાનિક કંપનીઓમાં રાજ્ય સંચાલિત ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (Bharat Heavy Electricals Limited) અને ખાનગી કંપનીઓ જેમ કે મેધા ગ્રૂપ અને CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ NSE 0.95%નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Share Market India: શેરબજારની નબળી શરૂઆતથી રોકાણકારોનું તૂટ્યું મનોબળ
સ્ટાન્ડર્ડ ગેજનું કરશે ઉત્પાદન: દાહોદ ખાતે હાલના રોલિંગ સ્ટોક વર્કશોપમાં 2023-24 થી 2033-34 સુધીના 11 વર્ષના સમયગાળામાં ટ્રેનો સપ્લાય કરવાની છે. વર્કશોપની સ્થાપના 1926માં સ્ટીમ એન્જિનના સામયિક ઓવરહાલ માટે કરવામાં આવી હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા સાથે તેને ઈલેક્ટ્રિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં (Electric locomotive manufacturing unit) અપગ્રેડ કરવામાં આવશે. સૂચિત સુવિધા ભારતીય રેલ્વે (Indian Railways) માટે બ્રોડગેજ માટે 1,200 HP ઇલેક્ટ્રિક એન્જિનનું અને નિકાસ માટે સ્ટાન્ડર્ડ ગેજનું (Standard gauge) ઉત્પાદન કરશે. આ ટ્રેન એન્જિનનો ઉપયોગ ભારતીય રેલ્વે નેટવર્કમાં 4,500 ટન લોડને લાવવા માટે કરવામાં આવશે, જેની સરેરાશ ગતિ એક લોકોમોટિવ દ્વારા 75 કિમી પ્રતિ કલાકની હશે.
આ પણ વાંચો: શું ફરી RBI વ્યાજના દરોમાં કરશે વધારો ?
ભારતીય રેલ્વેની ઇક્વિટી ભાગીદારી: આ ટેન્ડર પછી, પસંદ કરેલ ટેક્નોલોજી ભાગીદારે હાલની સુવિધાઓને અપગ્રેડ કરવાની રહેશે. હાલની સુવિધાઓ ઉત્પાદન સ્થળ અને નિયુક્ત સરકારી જાળવણી ડેપો પર વિકસાવવાની રહેશે. ટેન્ડર દસ્તાવેજ મુજબ, આ લોકોમોટિવ્સના જાળવણી માટે નિયુક્ત ચાર સરકારી ડેપોમાં દરેક ની ક્ષમતા 300-300 હશે. ડેપો ખડગપુર-પશ્ચિમ બંગાળ, વિશાખાપટ્ટનમ-આંધ્રપ્રદેશ, રાયપુર-છત્તીસગઢ અને પુણે-મહારાષ્ટ્ર ખાતે છે. પસંદ કરેલ ટેકનિકલ ભાગીદારે ઉત્પાદન અને જાળવણી હેતુઓ માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ અને સરકારી જાળવણી ડેપોમાં સ્થાપિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને સાધનોની જાળવણી કરવાની રહેશે. આ પ્રોજેક્ટમાં ભારતીય રેલ્વેની કોઈ ઇક્વિટી ભાગીદારી હશે નહીં. ભારતીય રેલ્વેએ (Indian Railways) લગભગ રૂપિયા 30,000 કરોડના કોન્ટ્રાક્ટ હેઠળ 800 લોકોમોટિવ્સના ઉત્પાદન અને સપ્લાય માટે બિડ મંગાવી છે. આગામી 10 વર્ષમાં 12,000 એચપી ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ સપ્લાય કરવામાં આવશે અને બનારસ લોકોમોટિવ વર્ક્સ વારાણસી ખાતે ઉત્પાદન કરવામાં આવશે.