ETV Bharat / business

જાણો PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં શું થયા છે ફેરફાર... - Gopinath Committee

નાની બચત યોજનાઓ પર કેટલું વ્યાજ મળશે, તે માટે ગોપીનાથ સમિતિએ (Gopinath Committee) સરકારી બોન્ડ સંબંધિત ફોર્મ્યુલા આપ્યું હતું. જો આ ફોર્મ્યુલાનું પાલન કરવામાં આવ્યું હોત, તો આ યોજનાઓના રોકાણકારોને તરત જ મોટો લાભ મળી શક્યો હોત. જો કે, સરકારે આ વખતે પણ આવું કર્યું નથી.

જાણો PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં શું થયા છે ફેરફાર...

author img

By

Published : Jul 1, 2022, 11:39 AM IST

નવી દિલ્હી: સરકારે ઊંચા ફુગાવા અને વધતા વ્યાજ દરો વચ્ચે નાણાકીય વર્ષ 2022-23ના (Financial year 2022-23) બીજા ક્વાર્ટર માટે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (National Savings Certificate) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સહિત નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. PPF (Public Provident Fund) અને NSC જુલાઇ-સપ્ટેમ્બર, 2022 ના ત્રિમાસિક ગાળામાં અનુક્રમે 7.1 ટકા અને 6.8 ટકા વાર્ષિક વ્યાજ દર મેળવવાનું ચાલુ રાખશે. નાણાકીય વર્ષ 2020-21ના (Financial year 2020-21)પ્રથમ ક્વાર્ટરથી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: Share Market India: છેલ્લા દિવસે પણ શેરબજારની નબળી શરૂઆત

ત્રિમાસિક ધોરણે વ્યાજ: નાણા મંત્રાલયે (Ministry of Finance) ગુરુવારે જારી કરેલી સૂચનામાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો યથાવત રહેશે. નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દર ત્રિમાસિક ધોરણે સૂચિત કરવામાં આવે છે. એક વર્ષની ફિક્સ ડિપોઝિટ સ્કીમ (Fixed deposit scheme) હેઠળ બીજા ક્વાર્ટરમાં 5.5 ટકાના દરે વ્યાજ મળતું રહેશે. આ ઉપરાંત બચત થાપણો પર વ્યાજ દર વાર્ષિક ચાર ટકા રહેશે. વરિષ્ઠ નાગરિકો માટે સંચાલિત પાંચ વર્ષની બચત યોજના પર 7.4 ટકાના દરે વ્યાજ મળવાનું ચાલુ રહેશે.

આ પણ વાંચો: હવે ચેક અને ચેકબુક ઇશ્યુ કરતા પહેલા જોજો હો..., થશે આ નુકશાન

સુકન્યા સમૃદ્ધિ યોજના: સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજ મળશે. બચત થાપણો પર વ્યાજ દર વાર્ષિક 4 ટકા રહેશે. એકથી પાંચ વર્ષની ફિક્સ ડિપોઝીટ પર 5.5-6.7 ટકાના દરે વ્યાજ મળશે. તે ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવશે. તે જ સમયે, 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજ દર 5.8 ટકાનો વ્યાજ દર મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.