ETV Bharat / business

Budget 2023 : પગારદાર વર્ગ માટે ટેક્સ સ્લેબમાં રાહતની આ થશે અસર - ટેક્સ સ્લેબમાં પાંચ મોટા ફેરફાર

ઘર ચલાવવા માટે મહિલાઓના હાથમાં પગાર મૂકાતો હોય છે એવી માન્યતા છે ત્યારે આજે મહિલા નાણાંપ્રધાન (nirmala sitharaman budget )દ્વારા રજૂ કેન્દ્રીય બજેટ 2023(Budget 2023 )માં સૌથી મોટી જાહેરાત ટેક્સ સ્લેબમાં રાહત (income tax slabs )આપવામાં આવી તેની છે. આની સીધી અસર પગારદાર વર્ગ (big announcements in salaried )પર થશે. ત્યારે આ વિશે વિગતે જોઇએ.

Budget 2023 : પગારદાર વર્ગ માટે ટેક્સ સ્લેબમાં રાહતની આ થશે અસર

author img

By

Published : Feb 1, 2023, 2:27 PM IST

નવી દિલ્હી : બજેટ 2023માં નવી ટેક્સ પદ્ધતિમાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 7 લાખ રુપિયા કરવામાં આવી છે. આ અતિ મહત્ત્વની જાહેરાતથી પગારદાર વર્ગને સીધો ફાયદો પહોંચવાનો છે. ત્યારે આવક મર્યાદામાં થયેલા બે લાખના વધારાથી કરદાતાઓને શું ફાયદો થશે તે વિગતે જાણીએ.

7 લાખની આવક થઈ ગઇ ટેક્સ ફ્રી : નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થયેલા બજેટ 2023માં ટેક્સ જોગવાઈમાં મોટી જાહેરાતો અને આવકવેરા સ્લેબમાં નવી આવકવેરા વ્યવસ્થા વિશે મહત્ત્વની બાબતો જોઇએ તો સૌથી મોટી જાહેરાત થઇ કે 7 લાખની આવક સુધી કોઇ ટેક્સ ભરવો નહીં પડે. નવા ટેક્સના માળખામાં રૂપિયા 5 કરોડથી વધુની આવક પર સરચાર્જ પણ 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો છે. બિન સરકારી પગારદાર કર્મચારીઓજો નિવૃત થાય તો તેમને લેવી એનકેશમેન્ટની રકમ રૂપિયા 25 લાખ મળે ત્યાં સુધી આવકવેરમાંથી મુક્તિ મળશે.જેનો લાભ પગારદાર વર્ગને મળશે.

આ પણ વાંચો Union Budget 2023 કૃષિ માટે જાહેરાત, સ્ટાર્ટઅપ અને ડિજિટલ વિકાસ પર ભાર

ટેક્સ સ્લેબમાં પાંચ મોટા ફેરફાર : નાણાંપ્રધાન નિર્મલા સીતારામન લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ટેક્સ સ્લેબના ફેરફારની જાહેરાત બજેટના અંતિમ ભાગમાં રજૂ કરી હતી. તેમણે કહ્યું કે પર્સનલ ઈન્કમટેક્સ જેના પર સૌની નજર છે તેના પર 5 પ્રમુખ એલાન કરવા છે. જે મઘ્યમવર્ગના લાભ માટે છે. હાલના સમયમાં જૂની અને નવી જૂની વ્યવસ્થામાં 5 લાખ સુધીની મર્યાદામાં મુક્તિ હતી. રીબેટની સીમાને 7 લાખ કરવા માટે પ્રસ્તાવ કરૂ છું. આ પ્રકારે નવી કર વ્યવસ્થામાં 7 લાખ સુધીની આવક હશે એને કોઈ પ્રકારનો ઈન્કમટેક્સ ભરવાનો રહેશે નહીં. સ્લેબની સંખ્યા ઘટાડીને 5 કરવામાં આવી છે. દરેક મઘ્યમવર્ગને આનાથી મોટી રાહત થશે. દેશનો મધ્યમવર્ગ મોટા ભાગે પગારદાર વર્ગ છે ત્યારે આ બાબતો તેમને સ્પર્શે છે.

આ પણ વાંચો Budget 2023 : 7 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં ભરવો પડે, ટેક્સ જોગવાઈમાં મોટી જાહેરાતોની અપેક્ષા ખરી ઊતરી

પગારદાર વર્ગ માટે ફાયદેમંદ ગણિત : બજેટમાં ટેક્સ પર મોટી રાહતની જાહેરાત કરતાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામને જે વિગતો આપી એ જાણો. વાર્ષિક આવકનો આંકડો 3 લાખ સુધીનો હોય તો તમારે કંઇ જ ટેક્સ ભરવાનો થતો નથી. જો તમારી વાર્ષિક આવક 3થી 6 લાખ રુપિયા છે તો 5 ટકા ટેક્સ ભરવો પડશે. 6થી 9 લાખ રુપિયા આવક થાય છે તો 10 ટકા ટેક્સ ચૂકવવાનો છે. જો 9 થી 12 લાખ રુપિયા વર્ષેદહાડે કમાવ છો તો તેમાંથી 15 ટકા ટેક્સ આપી દેવાનો છે. 12થી 15 લાખ કમાવ છો તો 20 ટકા ટેક્સ ચૂકવવાનો થશે અને વાર્ષિક 15 લાખથી વધુની આવક ધરાવો છો તો 30 ટકા જેટલો ટેકસ ચૂકવવો પડશે.

પગારદાર વર્ગ માટે ફાયદેમંદ ગણિત
પગારદાર વર્ગ માટે ફાયદેમંદ ગણિત

આવકવેરામાં સરળીકરણ સાથે છૂટ અપાઈ : નાણાંપ્રધાન નિર્મલા સીતારમને પગારદાર વર્ગને ખુશ કરી દીધા છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને પગારદાર વર્ગ માટે આવકવેરાની છૂટ આપી દીધી છે. સાત લાખ રૂપિયા સુધીની આવક માટે કોઈ ટેક્સ નહી લાગે. જે જાહેરાત પછી પગારદાર વર્ગ ખુશ થયો છે. નાણાંપ્રધાને તેમની સ્પીચમાં કહ્યું હતું તે પગારદાર વર્ગ ઈમાનદારીથી ટેક્સ ચુકવે છે. માટે તેમને આવકવેરામાં સરળીકરણ સાથે છૂટ અપાઈ છે. ટેક્સ સ્લેબ પણ છથી ઘટાડીને પાંચ કર્યા છે. આ જાહેરાતથી પગારદાર વર્ગ ખુશ થયો છે. કારણ કે સામે ફુગાવો- મોંઘવારી વધી છે, જેની સામે આવકવેરો બચી જતાં તે વધુ નાણાં ખર્ચ કરી શકશે અને તે નાણું ઈકોનોમીમાં ફરતું થશે, તો ભારતીય અર્થતંત્ર વધુ ચેતનવંતુ બનશે તેમ અગ્રણી અર્થશાસ્ત્રીઓનું કહેવું છે.

સૂચિત ફેરફારો પગારદાર કરદાતાઓને મદદ કરશે? : બજેટ 2023 નવી કર વ્યવસ્થામાં ફેરફાર પગારદાર કરદાતાઓને મદદ કરે છે કે કેમ તે જોઇએ. નવી ટેક્સ વ્યવસ્થામાં સૂચિત ફેરફારો થયાં અને જૂનીમાં નથી કરાયાં.આ નવી કર વ્યવસ્થા રોકાણ માટે અથવા સખાવતી સંસ્થાઓને દાન આપવા માટે કોઈ કર કપાત ઓફર કરતી નથી. જેથી વ્યક્તિઓને પરસ્પર રોકાણ કરવાનું ચાલુ રાખવા માટે કોઈપણ પ્રોત્સાહનોથી દૂર કરે છે. ભંડોળ, વીમો, પેન્શન યોજનાઓ, ભવિષ્ય નિધિ, અથવા સખાવતી કાર્યોમાં દાન આપવાથી દૂર રાખી શકે છે. કરદાતાઓને થોડી રાહત આપતા મૂળભૂત ટેક્સ સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચતમ સરચાર્જ દર 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યો છે, જે અલ્ટ્રા HNIsને નોંધપાત્ર રાહત આપે છે. જો કેવધુ આવક માટે સૌથી વધુ કર દર 30 ટકા પર યથાવત છે. 15 લાખ, રૂ. 15 લાખ અને રૂ. 2 કરોડની વચ્ચેની આવક ધરાવતા લોકોને નજીવા લાભો પ્રદાન કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.