ETV Bharat / business

Budget 2023 : નિર્મલા સીતારમણએ મધ્યમવર્ગ માટે બજેટમાં શું આપ્યું? - પીએમ આવાસ યોજના

નાણાંપ્રધાન નિર્મલા સીતારામને (Nirmala Sitaraman Budget 2023 )કેન્દ્રીય બજેટ 2023 (Budget 2023 )રજૂ કરી દીધું છે. દેશના ગ્રોથ એન્જીનનો મોટો વર્ગ મધ્યમવર્ગ માનવામાં આવે છે. જેમાં પગારદારો, નાના વેપારીઓ, ગૃહઉદ્યોગો, સર્વિસ સેક્ટરના લોકોનો મોટો વર્ગ સમાવિષ્ટ થાય છે. 2023-24ના સામાન્ય બજેટમાં આને સંલગ્ન જરુરી જાહેરાતો ( big announcements in middle class) જૂઓ.

Budget 2023 : નિર્મલા સીતારામને મધ્યમવર્ગ માટે બજેટમાં શું આપ્યું?

author img

By

Published : Feb 1, 2023, 5:37 PM IST

નવી દિલ્હી : દેશનું સામાન્ય બજેટ 2023-24 રજૂ થઇ થયું છે. જેમાં દેશની સામાન્ય જનતાનો શો ખ્યાલ રાખવામાં આવ્યો છે તેની વિગતો જાણવી જરુરી છે.મધ્યમવર્ગની વ્યાખ્યા જોઇએ તો એવા પરિવાર જેમાં કમાનાર વ્યક્તિ એક હોય છે અને ખાનાર અનેક હોય છે. આ વર્ગમાં નોકરિયાતવર્ગ અને સામાન્ય ખેડૂતવર્ગનો સમાવેશ થાય છે.આવા પરિવારની આવક નિર્ધારિત અને મર્યાદિત હોય છે. મધ્યમવર્ગના પરિવાર માટે પોતાનું મકાન બનાવવું, બાળકોને સારું શિક્ષણ આપવું, ઘરવખરી, અનાજ, કપડાં વગેરેની ખરીદીનો મોંઘવારીના દર સાથે મેળ પાડી સતત ખર્ચ કરવો પડે છે. ત્યારે બજેટમાં અપાતી રાહતો, છૂટછાટો અને યોજનાઓ ખૂબ મહત્ત્વની સાબિત થતી હોય છે.

બજેટ 2023માં શું મળ્યું : મધ્યમવર્ગ માટે આવક અને જાવકના બે છેડા મેળવવા પડકારરુપ હોય છે. એકતરફ સતત વધતો ફૂગાવો ખિસ્સા પર મોટો બોજ બનતો રહે છે ત્યાં બીજીતરફ આવકમાં એવો સતત વધારો થતો હોતો નથી. ત્યારે બજેટની રાહતો તરફ નજર રહેતી હોય છે. આ બજેટમાં મોદી સરકાર 2.0 દરમિયાનના બજેટ 2023માં લોકોની અપેક્ષાને કંઇ અંશે સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મધ્યમવર્ગીય કરદાતાઓ માટે સૌથી મહત્ત્વની જાહેરાત ટેક્સ સ્લેબમાં ફેરફારની બની રહી છે. નાણાંપ્રધાને ટેક્સ સ્લેબમાં ફેરફાર કરતાં 7 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ લેવામાં નહીં આવે. આ ઉપરાંત પણ પાંચ મુખ્ય રાહતો જાહેર કરી છે. ટેક્સ મુક્તિ મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. જે પણ મધ્યમવર્ગીય પરિવારોની બચતમાં વધારો કરાવશે જેને પણ રાહત મળી એમ કહી શકાય.

મધ્યમવર્ગ માટે મહત્ત્વની બાબતો : નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થયેલા બજેટ 2023માં ટેક્સ જોગવાઈમાં મોટી જાહેરાતો અને આવકવેરા સ્લેબમાં નવી આવકવેરા વ્યવસ્થા વિશે મહત્ત્વની બાબતો જોઇએ તો સૌથી મોટી જાહેરાત થઇ કે 7 લાખની આવક સુધી કોઇ ટેક્સ ભરવો નહીં પડે. નવા ટેક્સના માળખામાં રૂપિયા 5 કરોડથી વધુની આવક પર સરચાર્જ પણ 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો છે. બિન સરકારી પગારદાર કર્મચારીઓ જો નિવૃત થાય તો તેમને લેવી એનકેશમેન્ટની રકમ રૂપિયા 25 લાખ મળે ત્યાં સુધી આવકવેરમાંથી મુક્તિ મળશે.જેનો લાભ પગારદાર વર્ગને મળશે.આ જાહેરાતો પણ મધ્યમવર્ગને લાભકર્તા બનશે.

આ પણ વાંચો Budget 2023 : 7 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં ભરવો પડે, ટેક્સ જોગવાઈમાં મોટી જાહેરાતોની અપેક્ષા ખરી ઊતરી

બજેટમાં ટેક્સ પર મોટી રાહતની જાહેરાત : નાણાંપ્રધાન નિર્મલા સીતારામને મધ્યમવર્ગને જે રાહત આપી એ આંકડાઓથી સમજીએ. વાર્ષિક આવકનો આંકડો 3 લાખ સુધીનો હોય તો કોઇ જ ટેક્સ ભરવાનો થતો નથી. જો વાર્ષિક આવક 3થી 6 લાખ રુપિયા છે તો 5 ટકા ટેક્સ ચૂકવવાનો છે. 6થી 9 લાખ રુપિયા આવક થાય છે તો 10 ટકા ટેક્સ અને જો 9 થી 12 લાખ રુપિયા કમાણી હોય તો 15 ટકા ટેક્સ આપવાનો રહેશે. 12થી 15 લાખની વાર્ષિક આવક પર 20 ટકા ટેક્સ અને વાર્ષિક 15 લાખથી વધુની આવક ધરાવતાં લોકોને 30 ટકા ટેકસ ચૂકવવો પડશે.

  • પીએમ આવાસ યોજનાનો ખર્ચ 66% વધારીને 79,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.

    જેલમાં બંધ ગરીબ વ્યક્તિઓને જામીન અને દંડની રકમ માટે જરૂરી આર્થિક સહાય આપવામાં આવશે.

    - નાણામંત્રી @nsitharaman#AmritKaalBudget #UnionBudget2023 pic.twitter.com/NXnGlsd3eS

    — PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) February 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ રાહતો છે : પીએમ આવાસ યોજનાનો ખર્ચ 66 ટકા વધારીને 79,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. જેલમાં બંધ ગરીબ વ્યક્તિઓને જામીન અને દંડની રકમ માટે જરૂરી આર્થિક સહાય આપવામાં આવશે. બજેટની આ બે જાહેરાતો પણ મધ્યમવર્ગને માટે રાહત સમાન બનશે. કૃષિક્ષેત્રમાં પણ મોટા પ્રમાણમાં મધ્યમવર્ગનો લોકો સમાવેશ થાય છે ત્યારે પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે તેવી જાહેરાત પણ રાહતની જાહેરાત કહી શકાય. 3.5 લાખ આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ માટે 740 એકલવ્ય મોડલ શાળાઓ માટેનું કેન્દ્ર ખોલાશે. જેમાં આગામી ત્રણ વર્ષમાં 38,800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી કરવામાં આવશે, આ બાબતો પણ મધ્યમવર્ગને આવરી લે છે.

આ પણ વાંચો Union Budget 2023: MSME માટે ક્રેડિટ ગેરન્ટી સ્કિમ રિન્યૂ કરવા 9,000 કરોડની જોગવાઈ

કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની રાહત : કેન્દ્રીય બજેટમાં થયેલા એલાન અનુસાર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી રમકડાં સહિતની ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે. કેમેરા લેન્સ, મોબાઈલ પાર્ટસ અને સાઈકલ પણ સસ્તી થઈ છે. કેન્દ્ર સરકારના બજેટથી દરેક દેશવાસીઓને મોટી અપેક્ષા હતી. તેમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી ટેક્સમાં રાહત આપીને સરકારે મોટું કામ કર્યું છે.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી : આમ જોઇએ તો નાણાંપ્રધાન નિર્મલા સીતારમને પગારદાર વર્ગને ખુશ કરી દીધા છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને પગારદાર વર્ગ માટે આવકવેરાની છૂટ આપી દીધી છે. સાત લાખ રૂપિયા સુધીની આવક માટે કોઈ ટેક્સ નહી લાગે. જે જાહેરાત પછી પગારદાર વર્ગ ખુશ થયો છે. નાણાંપ્રધાને તેમની સ્પીચમાં કહ્યું હતું તે પગારદાર વર્ગ ઈમાનદારીથી ટેક્સ ચુકવે છે. માટે તેમને આવકવેરામાં સરળીકરણ સાથે છૂટ અપાઈ છે. ટેક્સ સ્લેબ પણ છથી ઘટાડીને પાંચ કર્યા છે. આ જાહેરાતથી પગારદાર વર્ગ ખુશ થયો છે. કારણ કે સામે ફુગાવો- મોંઘવારી પણ વધી છે. જેની સામે આવકવેરો બચી જતાં મધ્યમવર્ગ વધુ નાણાં ખર્ચ કરી શકશે જેનાથી નાણાં પ્રવાહિતામાં વધારો થતાં ઈકોનોમી વધુ સુધરશે.આમ થતાં ભારતીય અર્થતંત્ર વધુ ચેતનવંતુ બની શકે છે તેવો અમદાવાદના અગ્રણી અર્થશાસ્ત્રીઓનો મત સામે આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.