ETV Bharat / business

સતત છઠ્ઠા દિવસે ભારતીય શેરબજારનું મજબૂત વલણ, BSE Sensex અને NSE Nifty ઓલ ટાઈમ હાઈ પર બંધ થયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 4:53 PM IST

આજે ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty વધારા સાથે ખુલતા રોકાણકારોને પ્રોફિટની આશા બંધાઈ હતી. દિવસ દરમિયાન હળવા ઉતાર ચઢાવ વચ્ચે બજાર એકંદરે અપ રહ્યું હતું. યુરોપીય બજારની અસર ભારતીય બજારના સેન્ટીમેન્ટ પર થઈ હતી. પરંતુ સ્થાનિક નાણાકીય સંસ્થાના ટેકારુપી બાઈંગ વચ્ચે શેરમાર્કેટ ભારે રિકવરી નોંધાવીને સુધારા સાથે લીલા રંગમાં બંધ રહ્યું હતું.

સતત છઠ્ઠા દિવસે ભારતીય શેરબજારનું મજબૂત વલણ

મુંબઈ : ચાલુ સપ્તાહની ધમાકેદાર શરૂઆત બાદ આજે ફરી ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 431 અને 168 પોઈન્ટ વધીને લીલા નિશાનમાં બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ ખૂબ સારા સુધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા હતા. ઉપરાંત ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચ કરી છે.

BSE Sensex : આજે 5 ડિસેમ્બર મંગળવારના રોજ ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈનડેક્સ લગભગ 431 પોઈન્ટ (0.63 %) સુધારા સાથે 69,296 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, BSE Sensex ઈનડેક્સ આજે 303 પોઈન્ટ વધીને 69,168 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતથી જ મજબૂત વલણ જાળવી રાખી 69,381 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી, જે ઓલ ટાઈમ હાઈ છે. ઉપરાંત BSE Sensex 68,855 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ઉલ્લેખનિય છે કે BSE Sensex ઈન્ટ્રાડે 69,381 ની વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો.

NSE Nifty : આજે 5 ડિસેમ્બર મંગળવારના રોજ NSE Nifty ગતરોજના 20,687 બંધની સામે 122 પોઈન્ટ વધીને 20,809 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતના કારોબારમાં સતત મજબૂત વલણને જાળવી રાખી 20,864 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ FII ના સેલીંગ પ્રેશર વચ્ચે નિફ્ટી ઇન્ડેક્સ 20,711 પોઈન્ટ ડાઉન ગયો હતો. DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty 168 પોઈન્ટ વધારા બાદ 20,855 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.81 ટકાનો વધારો દર્શાવે છે.

શેરબજાર ઓલ ટાઈમ હાઈ : ભારતીય શેરબજારમાં 5 ડિસેમ્બર મંગળવારના રોજ સતત છઠ્ઠા દિવસે વધારો નોંધાયો હતો. બજારના મુખ્ય સૂચકાંકો નવી ઓલ ટાઈમ હાઈ પર બંધ થયા છે. BSE સેન્સેક્સ ઈન્ટ્રાડે 69,381ની વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટીએ પણ ટ્રેડિંગ સેશન દરમિયાન 20,864 ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 970 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1159 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ICICI બેંક, રિલાયન્સ, HDFC બેંક અને SBI ના સ્ટોક રહ્યા હતા.

સેન્સેક્સના શેરનું પ્રદર્શન : આજે BSE Sensex માં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં પાવર ગ્રીડ કોર્પો ( 3.69 %), એનટીપીસી ( 3.17 %), ICICI બેંક ( 2.39 %), SBI ( 2.30 %) અને એમ એન્ડ એમ ( 1.78 %) સમાવેશ થાય છે. જ્યારે BSE Sensex માં સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરોમાં એચયુએલ (- 1.61 %), HCL ટેક (- 1.45 %), ઇન્ફોસિસ (- 1.26 %), વિપ્રો (- 1.10 %) અને બજાજ ફાયનાન્સ (- 1.00 %) સમાવેશ થાય છે.

  1. ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં, સેન્સેક્સ 69,000 પાર, નિફ્ટી 20,800 પર
  2. જાણો પોસ્ટ ઑફિસની એવી 7 સ્કીમ, જે તમને વળતર આપશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.