ETV Bharat / business

Bihar CM Bomb Threat : બિહારના મુખ્યપ્રધાને કલાકોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દેનાર સુરતથી ઝડપાયો - બિહાર મુખ્યપ્રધાન નીતિશ કુમાર સમાચાર

બિહારના CM નીતિશ કુમારને  બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સ સુરતથી ઝડપાઈ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબજો લઈને બિહાર પોલીસ વિભાગને સોંપવામાં આવ્યો છે. આરોપીઓએ મીડિયાના માધ્યમથી મુખ્યપ્રધાન 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

Bihar CM Bomb Threat : બિહારના મુખ્યપ્રધાને કલાકોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દેનાર સુરતથી ઝડપાયો

author img

By

Published : Mar 22, 2023, 1:25 PM IST

બિહારના મુખ્યપ્રધાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સ સુરતથી ઝડપાયો

સુરત : બિહારના મુખ્યપ્રધાનને મીડિયાના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર 28 વર્ષીય અંકિત વિનય મિશ્રાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને બિહાર પોલીસની ટીમ બંને મળીને આરોપીની ધરપકડ કરી છે. તેમજ ફરીયાદના આધારે આરોપીનો કબજો બિહારના પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો : તારીખ 20 માર્ચના રોજ માધ્યમથી બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાદ બિહાર પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર શખ્સ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ધમકી આપનાર શખ્સ સુરત શહેરમાં રહે છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : Bomb rumour in flight: યાત્રીના નંબર પરથી મેસેજ મળ્યો, આપકી ફ્લાઇટ મે બોમ્બ હૈ

કોણ છે આ ધમકી આપનાર શખ્સ : સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તપાસ શરૂ કરતાં શહેરના લસકાણા ગામ પાસે રહેતા 28 વર્ષીય અંકિત વિનય કુમાર મિશ્રાની ધરપકડ કરી હતી. તે વેપાર કરે છે. મૂળ બિહારના વૈશાલી જિલ્લાના માણેકપુર ગામનો વતની છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર લલિત વાગડીયાએ જણાવ્યું હતું કે, તારીખ 20 માર્ચના રોજ તેને ઇન્ટરનેટના માધ્યમથી મીડિયા ચેનલનો સંપર્ક કરી સાંજના સમયે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ સામે કબુલાત પણ કરી છે. જેના આધારે અમે તેની ધરપકડ કરી તેનો કબજો બિહાર રાજ્યના પટના જિલ્લાના સચિવાલય પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : એક મેઈલ; ફ્લાઈટમાં બૉમ્બ, 244 લોકોના જીવ તાળવે ચોટ્યાં...

પોલીસનું નિવેદન : તેઓએ જણાવ્યું હતું કે આરોપીને શોધવા માટે ટેકનીકલ સર્વલેન્સ સાથે હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરતા આરોપી અંકિતનું લોકેશન સુરત શહેરના લસકાના ખાતે મળી આવ્યું હતું. તેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને સચિવાલય પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ લસકાણા ખાતે પહોંચી વર્કઆઉટ કરી તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપીએ બિહારના મુખ્યપ્રધાનને શા માટે ધમકી આપી છે. જોકે પોલીસે આ સમગ્ર મામલે જણાવ્યું ન હતું, પરંતુ હવે સુરતના અંકિતની તપાસ બિહારના સચિવાલય પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા હાલ કરવામાં આવશે. આરોપીને બિહાર લઈ જવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.