ETV Bharat / business

Explained : સ્ટોક એક્સચેન્જમાં પ્રથમ દિવસે જ ધૂમ મચાવનાર ઝોમેટોના રોકાણકારોનું કેવું રહેશે ભવિષ્ય ? - ZOMATO IPO LISTING Explained

શુક્રવારે સ્ટોક એક્સચેન્જમાં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે. કંપનીને ખોટ થતી હોવા છતા રોકાણકારોએ તેના પર ભરોસો રાખ્યો છે. સ્ટોક એક્સચેન્જમાં નોંધણી થતા જ કંપનીના શેરની કિંમતમાં ઉછાળો આવ્યો હતો અને કંપની 1 લાખ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગઈ. આ માઈલસ્ટોનથી કંપનીને અને રોકાણકારોને શું ફાયદો થશે ? તે જાણવા વાંચો આ અહેવાલ...

સ્ટોક એક્સચેન્જમાં પ્રથમ દિવસે જ ધૂમ મચાવનાર ઝોમેટોના રોકાણકારોનું કેવું રહેશે ભવિષ્ય ?

author img

By

Published : Jul 23, 2021, 8:18 PM IST

  • શું ભવિષ્યમાં ઝોમેટોના શેરના ભાવ વધશે?
  • શું અત્યાર સુધી ખોટમાં ચાલનારી કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ છે?
  • ઝોમેટોના શેર અને કંપનીના ભવિષ્યને લઈને તમામ પ્રશ્નોના જવાબ એક ક્લિકમાં..

ન્યૂઝ ડેસ્ક : શેર બજારમાં ઝોમેટોનું લિસ્ટિંગ BSE પર 115 રૂપિયા પ્રતિ શેર થયું છે. આ ધારણા કરતા ઘણું સારુ પ્રદર્શન છે. જે ઈશ્યૂ પ્રાઈસ કરતા 51.32 ટકા એટલે કે 39 રૂપિયા વધારે છે. જ્યારે NSE પર ઝોમેટોના શેરનું લિસ્ટિંગ 116 રૂપિયા પ્રતિ શેર થયું છે. જે ઈશ્યૂ પ્રાઈસ કરતા 52.63 ટકા એટલે કે 40 રૂપિયા વધારે છે. આ સાથે જ ઝોમેટો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થનારી પ્રથમ 'યુનિકોર્ન' ફૂડ ડિલિવરી કંપની બની ગઈ છે.

શેરબજારમાં 'યુનિકોર્ન' નો શું છે અર્થ ?

'યુનિકોર્ન' ટર્મનો ઉપયોગ શેરબજારમાં એવા સ્ટાર્ટ અપ માટે કરવામાં આવે છે, જેમની વેલ્યૂ એક બિલિયન ડોલર્સ (7500 કરોડ) થી વધારે હોય. શુક્રવારે કંપનીના શેર લિસ્ટ થયા તેની ગણતરીની મીનિટોમાં જ 138 રૂપિયાની કિંમતે પહોંચી ગયા હતા. આ સાથે જ કંપનીની માર્કેટ વેલ્યૂ 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જોકે, 76 રૂપિયાની કિંમતે કાંપનીનુ માર્કેટ કેપિટલાઈઝેશન 64,500 કરોડ રૂપિયા છે. કંપનીના 9,375 કરોડ રૂપિયાના IPO 14થી 16 જુલાઈ દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા રખાયા હતા. જેના માટે પ્રાઈસ બેન્ડ 72-76 રુપિયા નક્કી કરવામાં આવી હતી. જેના અંતર્ગત 9 હજાર કરોડ રૂપિયાના શેર જાહેર કરવામાં આવશે.

સ્ટોક એક્સચેન્જમાં પ્રથમ દિવસે જ ધૂમ મચાવનાર ઝોમેટોના રોકાણકારોનું કેવું રહેશે ભવિષ્ય ?
સ્ટોક એક્સચેન્જમાં પ્રથમ દિવસે જ ધૂમ મચાવનાર ઝોમેટોના રોકાણકારોનું કેવું રહેશે ભવિષ્ય ?

ઝોમેટોનું કેપિટલાઈઝેશન જ કેટેગરીની અન્ય તમામ કંપનીઓ પર ભારે

ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું માર્કેટ કેપિટલાઈઝેશન ભારતમાં લિસ્ટેડ તમામ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઈનની તુલનામાં સૌથી વધારે છે. આ સાથે જ દેશમાં લિસ્ટેડ હોટલોના માર્કેટ કેપની તુલનામાં પણ સૌથી વધારે છે. દેશમાં કુલ 20 લિસ્ટેડ હોસ્પિટાલિટી કંપનીઓ છે. માર્કેટ કેપમાં તમામ કંપનીઓ ઝોમેટોથી ઘણી પાછળ છે.

લોસ મેકિંગ કંપની હોવા છતા શા માટે ઝોમેટોના IPOની માગ વધી ?

ઝોમેટોના IPO માં આપેલી જાણકારી અનુસાર, નાણાકીય વર્ષ 2021માં ઝોમેટોની રેવન્યૂ ઘટીને ચોથા ભાગની એટલે કે 1994 કરોડ થઈ ગઈ હતી. જેના પરથી કંપની લોસ મેકિંગ કંપની સાબિત થઈ હતી. જોકે, કંપનીએ પોતાના નુક્સાન પર કાબૂ મેળવ્યો હતો. ભારતીય બજાર પ્રોફિટને લઈને ઘણું સખ્ત છે. માર્કેટમાં એવો ભાગ્યે જ કોઈ કિસ્સો જોવા મળ્યો છે કે, જેમાં ખોટમાં ચાલી રહેલી કંપનીના શેરમાં અચાનક જ તેજી જોવા મળી હોય. બર્ગર કિંગ પણ જ્યારે માર્કેટમાં લિસ્ટ થયું હતું ત્યારે તેના શેરમાં અચાનક ઉછાળો આવ્યો હતો અને શેરની કિંમત 210 રૂપિયા સુધી પહોંચી હતી. જે બાદમાં પછડાઈને 180 રૂપિયા પર પહોંચી ગઈ હતી. તજજ્ઞોના મતે રોકાણકારોએ આ પ્રકારે શેર ખરીદતા પહેલા શાંતિ રાખવી જોઈએ. ઝોમેટોના શેરની કિંમત હજુ વધી શકે છે. જોકે, જે લોકોએ અગાઉથી શેર ખરીદેલા હતા, તેમને ફાયદો થઈ શકે છે. જ્યારે, જે લોકો હજુ શેર ખરીદવાનું વિચારી રહ્યા હોય તેમણે શેરની કિંમત સ્થિર થવાની રાહ જોવી જોઈએ. તજજ્ઞો ઝોમેટોના ભવિષ્યને લઈને વધારે ઉત્સાહિત ન થવાની સલાહ આપી રહ્યા છે.

શું ઝોમેટોનું પર્ફોમન્સ સારુ રહેશે ?

IPO મુજબ હવે કંપની પર વધુ સારું પર્ફોમન્સ આપવાનું દબાણ રહેશે. તેને જાણવા માટે ઝોમેટોના બિઝનેસ રેવન્યૂ મોડલને સમજવું પડશે. કંપની મુખ્ય 3 પ્રાઈમરી સોર્સ દ્વારા રેવન્યૂ જનરેટ કરે છે. પહેલું છે એડ સેલ્સ એટલે કે વિજ્ઞાપનો, બીજું છે ઓનલાઈન ઓર્ડર પર સરચાર્જ અને ત્રીજો સોર્સ છે ઝોમેટો ગોલ્ડ સેગમેન્ટ. ત્રીજા સેગમેન્ટમાં ઝોમેટો તેમની સાથે જોડાયેલા ધંધાદારીઓ અને ગ્રાહકો બન્ને પાસેથી મેમ્બરશીપ માટે પૈસા મેળવે છે. ઝોમેટોના મુખ્ય ખર્ચાઓમાં સૌથી વધુ જાહેરાતો પાછળ ખર્ચ કરે છે. જ્યારબાદ સેલ્સ અને લોજિસ્ટિક કોસ્ટનો ખર્ચ કંપની દ્વારા કરવામાં આવે છે. આ સિવાય તેઓ ડિસ્કાઉન્ટ ઓફર્સ પાછળ પણ ઘણો ખર્ચ કરે છે. જેના કારણે જ તે લોસ મેકિંગ કંપનીમાં શામેલ છે.

કોરોના કઈ રીતે કરશે બિઝનેસને પ્રભાવિત ?

ફાઈનાન્શિયલ એક્સપર્ટ અજય કેડિયા જણાવે છે કે, કોરોનાકાળ દરમિયાન ભલે ફૂડ ઓર્ડર્સની માગ વધી હોય, પરંતુ આ દરમિયાન ઘણા નાના રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સ બંધ પણ થયા છે. આને સરળ ભાષામાં સમજીએ તો, કોરોના અગાઉ 100 લોકો બહાર જમતા હતા. જે પૈકી 30 લોકો ઓનલાઈન ઓર્ડર કરતા હતા અને 70 લોકો ખુદ સ્થાનિક રેસ્ટોરન્ટ તેમજ હોટલમાં જતા હતા. કોરોનાકાળમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા લોકોની સંખ્યા 30થી વધીને 50 પર પહોંચી છે, પરંતુ સ્થાનિક હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં જનારા લોકોની સંખ્યા 70થી ઘટીને 10 થઈ ગઈ છે. જેનો અર્થ એ થાય છે કે, નુક્સાન તો છેવટે સ્થાનિક રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સને જ થયું છે. હવે જો કોરોના વધે અને જે 10 લોકો પણ હાલ ત્યાં જઈને જમી રહ્યા છે, તે બંધ કરી દે. તો ઝોમેટો, સ્વીગી જેવી ફૂડ ડિલીવરી એપ્લિકેશન્સ પરથી આ રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સ ગાયબ થઈ જશે. જેથી ઝોમેટો જેવી કંપનીઓને પણ નુક્સાન થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.