- મંગળવારે શેર બજારમાં જોવા મળ્યો ઉછાળો
- સેન્સેક્સ 49,432.51ના સ્તર પર શરૂ થયો
- નિફ્ટી 14,638.25ના સ્તર પર શરૂ થયો
આ પણ વાંચોઃ નીલાંચલ ઇસ્પાત નિગમના ખાનગીકરણ માટે સરકારને ઘણાં પત્રો મળ્યાં
નવી દિલ્હીઃ વૈશ્વિક શેર બજારમાં થયેલી ઉથલ પાથલની અસર ભારતીય શેર બજારમાં જોવા મળી હતી. મંગળવારે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. શેર બજારમાં સેન્સેક્સ 424.75 પોઈન્ટ (0.83 ટકા)ના વધારા સાથે 49,432.51ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી 130.95 પોઈન્ટ (0.90 ટકા)ની મજબૂતી સાથે 14,638.25ના સ્તર પર ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ કપાસના યાર્નની નિકાસ પર સરકાર અંકુશ લગાવે: AEPC
આ શેર પર રહેશે સૌની નજર
સપ્તાહના બીજા દિવસે મંગળવારે શેર બજારમાં BIOCON, અદાણી ટ્રાન્સ, NBCC, મિન્ટા ઈન્ડ, લ્યુમેક્સ ઈન્ડસ ટ્રાઈઝ, અશોક લેલેન્ડ, રેમન્ડ, કલ્યાણ જ્વેલર્સ જેવા દિગ્ગજ શેર બજાર પર સૌની નજર રહેશે.
અમેરિકી બજારમાં ડાઉ જોન્સ વધારા સાથે થયો બંધ
અમેરિકામાં DOW JONES 98 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. જ્યારે એશિયામાં SGX NIFTY 28 પોઈન્ટના સામાન્ય વધારા સાથે ચાલી રહ્યો છે. અમેરિકી બજારોમાં ડાઉ જોન્સ 98.49 પોઈન્ટ (0.30 ટકા)ની મજબૂતીની સાથે 33,171.37ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નાસ્ડેક 79.08 પોઈન્ટ તૂટ્યો છે. ઈન્ડેક્સ 13,059.65ના સ્તર પર બંધ થયો છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 3.45 પોઈન્ટ (0.09 ટકા) વધીને 3,971.09ના સ્તર પર બંધ થયો છે.