- શેર બજારમાં વધુ મજબૂતી જોવા મળી
- એફઆઈઆઈની નવી વેચવાલી અટકી
- ભારતીય ઈકોનોમી ગ્રોથ કરી રહી છે
આ પણ વાંચોઃ માર્ચ 2021માં TVS મોટરના ટુ-વ્હીલરનું વેચાણ 1 લાખ યુનિટે પહોંચ્યું
અમદાવાદ: શેરબજારમાં નવી લેવાલી નિકળી હતી. વર્લ્ડ બેંકે આગાહી કરી છે કે ભારતીય ઈકોનોમી ડબલ ડિજિટમાં ગ્રોથ નોંધાવશે અને કોરોનાકાળમાંથી ઈકોનોમી બહાર નીકળશે, તેવા સમાચારની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી. તેમજ એશિયાઈ સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા. તેમજ એફઆઈઆઈની નવી વેચવાલી અટકી ગઈ હતી. પરિણામે શેરબજારનો ટોન પોઝિટિવ રહ્યો હતો.
આ પણ વાંચોઃ સરકારનો યુ-ટર્ન: નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજદર યથાવત, નાણાંપ્રધાને આપી માહિતી
સેન્સેક્સમાં 520.68નો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 49,509.15ની સામે આજે સવારે 49,868.53 ખૂલીને શરૂમાં ઘટી 49,478.53 થઈ અને ત્યાંથી ઉછળી 50,092.48 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 50,029.83 બંધ થયો હતો, જે 520.68નો ઉછાળો દર્શાવે છે.
નિફટીમાં 176.65નો ઉછાળો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 14,690.70ની સામે આજે સવારે 14,798.40 ખુલ્યો હતો, જે શરૂમાં ઘટી 14,692.45 થઈ અને ત્યાંથી વધી 14,883.20 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 14,867.35 બંધ થયો હતો, જે 176.65નો ઉછાળો દર્શાવે છે.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
આજે ઈન્ડુસઈન્ડ બેંક(4.12 ટકા), કોટક મહિન્દ્રા(2.88 ટકા), અલ્ટ્રા ટેક સિમેન્ટ(2.39 ટકા), બજાજ ફાઈનાન્સ(2.35 ટકા) અને એક્સિસ બેંક(2.30 ટકા) સૌથી વધુ ઊંચકાયેલા શેર હતા.
સૌથી વધુ ગગડેલા શેર
આજે એચયુએલ(1.29 ટકા), એચડીએફસી બેંક(0.47 ટકા), નેસ્લે(0.40 ટકા) અને ટીસીએસ(0.37 ટકા) સૌથી વધુ ગગડેલા શેર હતા.