ETV Bharat / business

ધંધાના છેલ્લા દિવસની શરૂઆતમાં ડાઉન ખુલ્યું માર્કેટ

આજે ધંધાના છેલ્લા દિવસે બજારમાં થોડી સુસ્તી જોવા મળી હતી. સેનસેક્સ અને નિફ્ટી બંન્ને ઘટાડા સાથે ખુલ્યા હતા.

market
ધંધાના છેલ્લા દિવસની શરૂઆતમાં ડાઉન ખુલ્યું માર્કેટ
author img

By

Published : Aug 6, 2021, 10:17 AM IST

  • આજે બજાર ઘટાડા સાથે ખુલ્યું
  • નિફ્ટીમાં 11.10 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો
  • સેનસેક્સમાં 0.73 પોઈન્ટનો ઘટાડો જાવા મળ્યો

દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત પહેલા સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે શેરબજારમાં ઘટાડાની શરૂઆત થઈ હતી. તે અગાઉના સત્રમાં રેકોર્ડ સ્તરે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 70.40 પોઇન્ટ (0.13 ટકા) ઘટીને 54422.44 ના સ્તર પર ખુલ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 11.10 પોઇન્ટ (0.07 ટકા) ઘટીને 16283.50 પર ખુલ્યો. ગયા સપ્તાહે બીએસઈના 30 શેરોનો સેન્સેક્સ 388.96 પોઈન્ટ અથવા 0.73 ટકા ઘટ્યો હતો. પ્રારંભિક વેપારમાં, 1066 શેર વધ્યા, 580 શેર ઘટ્યા અને 92 શેર યથાવત રહ્યા.

મોટા શેરોની સ્થિતિ

મોટા શેરોની વાત કરીએ તો, આજે પ્રારંભિક વેપાર દરમિયાન, એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી બેન્ક, એલએન્ડટી, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, એસબીઆઇ, એમએન્ડએમ, આઇસીઆઇસીઆઇ બેન્કના શેર , NTPC, મારુતિ અને ઇન્ડસઇન્ડ લીલા નિશાન પર ખુલ્યા. બીજી બાજુ, ભારતી એરટેલ, નેસ્લે ઇન્ડિયા, કોટક બેંક, આઇટીસી, એચસીએલ ટેક, ડો રેડ્ડીઝ અને ટાઇટનના શેર લાલ નિશાન પર ખુલ્યા હતા.

આ પણ વાંચો : રાજ્યોને OBCની યાદી બાનાવવાની મંજૂરીથી લાભ !

ઓપન પૂર્વે શેરબજારની આ સ્થિતિ હતી

સવારે 9.02 વાગ્યે પ્રી-ઓપન દરમિયાન સેન્સેક્સ 98.29 પોઇન્ટ (0.18 ટકા) 54591.13 ના સ્તરે હતો. જ્યારે નિફ્ટી 27.60 પોઇન્ટ (0.17 ટકા) ઘટીને 16267.00 પર હતો.

આ પણ વાંચો : સતત 20 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી છની માર્કેટ મૂડી ઘટી

ગયા સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી છની માર્કેટ મૂડી કુલ 96,642.51 કરોડ રૂપિયા ગુમાવી હતી. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું. બજાર મૂડીકરણની દ્રષ્ટિએ રિલાયન્સ ટોચની 10 કંપનીઓમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, SBI, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેન્ક છે.

છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર રેકોર્ડ સ્તરે ખુલ્યું હતું

છેલ્લા કામકાજના દિવસે સેન્સેક્સ 68.14 પોઇન્ટ (0.13 ટકા) વધીને 54,437.91 ના સ્તર પર ખુલ્યો હતો. નિફ્ટી 13.80 પોઇન્ટ (0.08 ટકા) ના વધારા સાથે 16,272.60 પર ખુલ્યો હતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.