બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેન્સેક્સ સવારે 11.35 વાગ્યે 149.42 અંક એટલે કે 0.40 ટકાના વધારા સાથે 37,643.54 પર ટ્રેડ કરી રહ્યો હતો.
![oikjh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/sensex-1_2708newsroom_1566888959_879.jpg)
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 62.75 અંક એટલેકે 0.57 ટકા વધીને 11,120.60 પર કારોબાર કરતું જોવા મળ્યું હતું.
![jghf](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/sensex-3_2708newsroom_1566888959_200.jpg)
ગયા સપ્તાહે સરકારે સરચાર્જ પાછો ખેંચવા સહિતના આર્થિક સુધારાના પગલાઓની અસર શેર બજારમાં જોવા મળી છે, ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે સતત ત્રીજા સત્રમાં વધારો નોંધાવી રહ્યા છે.
બીજી તરફ, યુએસ અને ચીન વચ્ચેના વ્યાપાર તણાવને ઘટાડવાની દિશામાં, ફરીથી વાટાઘાટોના ટેબલ પર આવવાની કવાયતને કારણે વિશ્વના અન્ય બજારોમાં પણ તજી જોવા મળી રહી છે.