હવે તમે ટ્રેન રવાના થવાના 4 કલાક પહેલા બોર્ડિંગ સ્ટેશન બદલી શકો છો. પહેલા રેલવે યાત્રા શરૂ કરવાના 24 કલાક પહેલા જ સ્ટેશન બદલી શકાતું હતું, જો આપ બોર્ડિંગ સ્ટેશનમાં ફેરફાર કર્યો હોય અને પછી તમે ટિકિટ કેન્સલ કરો તો પૈસા રીફંડ નહી અપાય.

એર ઈન્ડિયાએ ટિકિટ બુક કરવાના 24 કલાકની અંદર તેને રદ કરવા કે તેમાં કોઈપણ ફેરફાર કરો તો હવે તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ નહી વસુલે. જો કે, યાત્રી આ સુવિધાનો લાભ ત્યારે જ લઈ શકશે જ્યારે તેના દ્વારા બુક ટિકિટ ઓછામાં ઓછા સાત દિવસ પછીની હોય.

પંજાબ નેશનલ બેંક(પીએનબી)એ પોતાના ઈ-વોલેટ PNB કિટ્ટીને બંધ કરી દીધું છે. બેંક 30 એપ્રિલ સુધી તમામ ગ્રાહકોને વોલેટમાં રહેલ બેલેન્સને ખર્ચ કરી નાંખવા અથવા તો એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવા કહ્યું હતું.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સેવિંગ એકાઉન્ટ અને શોર્ટ ટર્મ લોન માટે નવો નિયમ લાગુ કર્યો છે. બેંકે વ્યાજ દર નક્કી કરવા માટેનો આધાર બદલી નાંખ્યો છે. 1 લાખ રૂપિયાથી વધારે બેલેન્સવાળી સેવિંગ્સ એકાઉન્ટ અને શોર્ટ લોન માટે વ્યાજ દર RBIના રેપો રેટ સાથે લીંક કર્યા છે. જેથી નવા નિયમથી કેટલાક બચત ખાતાધારકોને ઝટકો લાગશે. જો કે, સામે શોર્ટ ટર્મ લોન સસ્તી થશે.
