બોમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 82.35 અંકના વધારા સાથે 39,765.64 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 33.6 અંકોના વધારા સાથે 11,958.35 પર ખુલ્યું.
ભારતીય રૂપિયાની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 15 પૈસા તૂટીને 69.65 પર ખુલ્યો હતો. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 69.50 ના સ્તર પર બંધ થયો હતો.