બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેન્સેક્સ ઇન્ડેક્સ સવારે 9.31 વાગ્યે ગયા સત્ર કરતા 141.41 પોઇન્ટ અથવા 0.37 ટકા ઘટીને 38,579.16 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 250 પોઇન્ટથી વધુ ઘટીને 38,466.74 પર આવી ગયો હતો. જોકે, સત્રની શરૂઆતમાં, સેન્સેક્સ અગાઉના સત્રની તુલનામાં 38,754.47 પર ખૂલ્યો હતો.
નેશનલ સ્ટૉક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી 45.45 પોઇન્ટ એેટલેકે 0.39 ટકાના ભારે ઘટાડા સાથે 11,513.15 પર કારોબાર કરી રહ્યું હતું. આ પહેલા નિફ્ટી ગયા સત્રના ક્લોઝિંગથી નીચે 11,531.60 પર ખુસ્યું અને 11,533.90 સુધીની ઉપરની સપાટી સુધી પહોંચ્યું, પરંતુ તરત જ વેચવાલીના કારણે 80 પોઇન્ટ ઘટીને 11,477.65 પર આવી ગયું.
બજારના વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે વિદેશી બજારોના નબળા સિગ્નલો અને છેલ્લા અઠવાડિયામાં 2019-20ના બજેટમાં શેરોના બાયબેક પર ટેક્સના નિયમ પછી સ્થાનિક શેરબજારમાં નરમાશ જોવા મળી રહી છે.