નવી દિલ્હી: દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે, નેશનલ સ્ટોક એક્સચેંજે દલાલો અને વેપારીઓને વીડિયો કોન્ફરન્સ એપ્લિકેશન ઝૂમના ઉપયોગ વિશે ચેતવણી આપી છે. ઉપરાંત, સાયબર રિસ્ક વિશે પણ સાવધાન રહેવા જણાવ્યું હતું. લોકડાઉન દરમિયાન, તેમના ઘરેથી કામ કરતા લોકોમાં આ એપનો ઉપયોગ વધ્યો છે.
આ પહેલા સરકારે તેના ઉપયોગ અંગે સત્તાધીશો અને સરકારી તંત્રને ચેતવણી પણ આપી છે. આ સિવાય માઇક્રોસોફ્ટ ટીમ્સ, સ્કાઇપ, હાઉસપાર્ટી, ગૂગલ હેંગઆઉટ જેવી બીજી ઘણી વિડિઓ કૉલિંગ એપ્લિકેશનોના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે.
નેશનલ સ્ટોક એક્સચેંજ એ એક પરિપત્રમાં કહ્યું છે કે આમાંથી કેટલીક એપ્સ સુરક્ષિત મળી નથી. તેમની પાસેથી, એપ્લિકેશન પર કૉલિંગ દરમિયાન યુઝરની માહિતી, તેનું સ્થાન અને વાતચીતની વિગતો લીક થવાનું જોખમ છે. તેથી, એનએસઈ તમામ વેપારીઓ અને દલાલોને સાવચેતરહેવા આગ્રહ કર્યો છે.
સાયબર રિસ્કના જોખમને ઓછું કરવા માટે, અધિકારીઓને સલાહ આપવામાં આવે છે કે ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ ટાળે, ખાસ કરીને સંવેદનશીલ માહિતી શેર કરવા દરમિયાન આ એપનો ઉપયોગ ન કરે.