ETV Bharat / business

પેટ્રોલ, ડીઝલ, ગેસને GSTના કાર્યક્ષેત્રમાં લાવવાનો કોઈ પ્રસ્તાવ નહીં: નાણાં પ્રધાન - ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ સમાચારટ

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ક્રૂડ તેલ, પેટ્રોલ, ડીઝલ, એરક્રાફ્ટ ઇંધણ અને કુદરતી ગેસને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની કક્ષામાં લાવવાની કોઈ દરખાસ્ત નથી. વિસ્તારથી સંપૂર્ણ સમાચાર વાંચો...

Nirmala Sitharaman
Nirmala Sitharaman
author img

By

Published : Mar 16, 2021, 9:31 AM IST

Updated : Mar 16, 2021, 12:08 PM IST

  • કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકનો હિસ્સો કરવેરા પર આધારિત
  • પેટ્રોલ, ડીઝલ, ગેસને GSTના કાર્યક્ષેત્રમાં લાવવાનો કોઈ પ્રસ્તાવ નહીં
  • પેટ્રોલ, ડીઝલ જેવી પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ ઘટાડવો જોઈએ: અનુરાગ ઠાકુર

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલિયમ ઇંધણના ભાવમાં વધારાની વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે, ક્રૂડ તેલ, પેટ્રોલ, ડીઝલ, એરક્રાફ્ટ ઇંધણ અને કુદરતી ગેસને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની કક્ષામાં લાવવાની કોઈ દરખાસ્ત નથી.

કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકનો હિસ્સો કરવેરા પર આધારિત

1 જુલાઇ, 2017 ના રોજ દેશમાં GST લાગુ કરવામાં આવ્યો ત્યારે પેટ્રોલિયમ પેદાશોને તેની કક્ષાથી દૂર રાખવામાં આવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની કરવેરાની આવકનો મોટો હિસ્સો આ ઉત્પાદનો પર કરવેરા લાગુ કરવા પર આધારિત છે.

આ પણ વાંચો: આજે રજૂ થશે કેન્દ્રીય બજેટ, જાણો ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા

પેટ્રોલ, ડીઝલ, ગેસને GSTના કાર્યક્ષેત્રમાં લાવવાનો કોઈ પ્રસ્તાવ નહીં

સીતારમણે લોકસભામાં એક પ્રશ્ર પર લેખિત ઉત્તરમાં કહ્યું કે, હાલમાં ક્રૂડ તેલ, પેટ્રોલ, ડીઝલ, એરક્રાફ્ટ ઇંધણ અને કુદરતી ગેસને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની કક્ષામાં લાવવાનો કોઈ દરખાસ્ત નથી.

માત્ર GST કાઉન્સિલ જ ભલામણ કરી શકે

તેમણે કહ્યું કે, કાયદા હેઠળ માત્ર GST કાઉન્સિલ જ ભલામણ કરી શકે છે કે, પેટ્રોલિયમ પેદાશો પર કઈ તારીખથી GST લાગૂ કરવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે, GST કાઉન્સિલે હજી સુધી આ ઉત્પાદનોને GSTની કક્ષામાં લાવવા કોઈ ભલામણ કરી નથી.

આ પણ વાંચો: MSME એ ભારતનું બેકબોર્ન છેઃ નિર્મલા સીતારમણ

પેટ્રોલ, ડીઝલ જેવા પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ ઘટાડવો જોઈએ

તો બીજી તરફ લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, પેટ્રોલ, ડીઝલ જેવા પેટ્રોલિયમ પેદાશો પર કેટલાક કરવેરા રાજ્ય લગાવે છે અને કેટલાક કેન્દ્રો લગાવે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે તેમના પરનો ટેક્સ ઘટાડવો જોઈએ અને આપણે (કેન્દ્ર) પણ આ કરવું જોઈએ, તે અંગે બન્નેએ વિચારવું જોઇએ.

GST કાઉન્સિલમાં રાજ્યો અને કેન્દ્ર સંયુક્ત રીતે નિર્ણય લઈ શકે છે

ઠાકુરે કહ્યું કે, જ્યાં સુધી પેટ્રોલિયમ પેદાશોને GSTના કાર્યક્ષેત્રમાં લાવવા માટેનો પ્રશ્ર છે, આ વિષયને GSTની રજૂઆત સમયે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, GST કાઉન્સિલમાં રાજ્યો અને કેન્દ્ર સંયુક્ત રીતે નિર્ણય લઈ શકે છે કે તેને ક્યારે તેના કાર્યક્ષેત્રમાં લાવવું.

આ પણ વાંચો: બજેટ 2020-21: નિર્મલાજીની પોટલીમાંથી શિક્ષણને શું મળ્યું, જુઓ

Last Updated : Mar 16, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.