સેનસેક્સ શરૂઆતી કારોબારમાં 50.26 અંક એટલે કે 0.12 ટકાના ઘટાડા સાથે 41,809.43 પોઇન્ટની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી પ્રારંભિક કારોબારમાં 13.80 પોઇન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 12,315.75 પોઇન્ટના સ્તરે હતો.
HDFC બેન્ક, એચડીએફસી, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, L&T, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ONGCના શેરમાં 0.63 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ટાટા સ્ટીલ, HCL ટેક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, TCS અને એશિયા પેઇન્ટ્સમાં 1.04 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.