ન્યુઝ ડેસ્કઃ બજારની આ સ્થિતિ માટે કોરોના વાઈરસ જવાબદાર છે. કોરોના વાઈરસના વિશ્વવ્યાપી ફેલાવાથી કંપનીઓનું કામકાજ બંધ પડ્યુ છે અને ધીમું પડ્યુ છે. આ પરિસ્થિતિ ક્યારે બદલાશે તેના કોઈ સંકેત નથી.
આજે જે ગાબડુ પડ્યુ છે તેમાં આઈટી અને ફાર્મા સેક્ટરને બાકાત કરતા અન્ય તમામ સેક્ટરના ઈન્ડેક્સ 10 ટકાથી વધારે ટુટીને બંધ થયા છે. સૌથી વધુ નુકસાન બેકિંગ અને ઑટો સેક્ટરને થયુ છે. કારણ કે, રવિવારથી જ ઑટો સેક્ટરમાં કંપનીઓએ ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આજના બજારમાં 1100થી વધુ સ્ટૉક વર્ષના સૌથી નિચલા સ્તર પર પહોંચ્યુ છે. જેમાં એટલસ સાઈકલ, અદાણી પોર્ટસ, આમરા રાજા બેટરી, અંબુજા સિમેન્ટ, અપોલો ટાયર્સ, એકિસસ બેંક, બજાજ ઑટો, બંધન બેંક, ભારત ઈલેકટ્રોનિક્સ, કેનરા બેંક, કોલ ઈન્ડિયા, ડિશ ટીવી, આયશર મોટર્સ, ફેડરલ બેંક, HDFC બેંક, ICICI બેંક,ઈંડિગો, એલ એન્ડ ટી, NTPCનો સમાવેશ થાય છે. આ પરિસ્થિત વચ્ચે 16 સ્ટૉક એવા રહ્યા જે બજારની નબળી સ્થિતિ વચ્ચે પણ વર્ષના સૌથી ઉંચા સ્તરે પહોંચ્યા છે.
શરુઆતથી જ શેરબજાર તુટ્યુ હતું. જેના કારણે બજારનું કામકાજ 45 મીનિટ સુધી થોભાવી દેવાયુ હતું. આ વચ્ચે BSE પર લિસ્ટેડ થયેલી તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી છે. જે અંત સુધીમાં વધીને 14.2 લાખ કરોડથી ઘટીને 101 લાખ કરોડના સ્તર પર આવી ગઈ હતી.