- HDFC બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 8 લાખ કરોડને પાર
- આ સિદ્ધિ હાંસલ કરનારી HDFC બેન્ક દેશની પ્રથમ બેન્ક
- માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મૂલ્યવાન સ્થાનિક કંપની
નવી દિલ્હીઃ HDFC બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે શરૂઆતના વેપાર દરમિયાન રૂપિયા 8 લાખ કરોડને વટાવી ગયું છે. આ સિદ્ધિ હાંસલ કરનારી દેશની આ પ્રથમ બેન્ક છે.
બીએસઈ પર કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધ્યું
બીએસઈ પર કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂપિયા 8,05,742 કરોડ થયું છે. HDFC બેન્ક માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મૂલ્યવાન સ્થાનિક કંપની છે.
માર્કેટ કેપિટલાઇઝેશનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રથમ સ્થાને
માર્કેટ કેપિટલાઇઝેશનની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) પ્રથમ સ્થાને છે અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) બીજા સ્થાને છે. આ વર્ષે અત્યાર સુધીમાં એચડીએફસી બેન્કના શેરમાં 15.11 ટકાનો ઉછાળો આવ્યો છે.