ETV Bharat / business

ચાંદીનો ભાવ પ્રતિ કિલો 60 હજાર થયો, સોનું પણ ઉચ્ચ સ્તરે - ચાંદી ઉચ્ચસ્તર

ભારતીય વાયદા બજારમાં ચાંદીનો ભાવ 23 જાન્યુઆરી, 2013ના રોજ પ્રતિ કિલો રૂપિયા 59,974 પર પહોંચ્યો હતો, જે રેકોર્ડ સ્તર પર હતો. ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કોમેક્સ પર 23 ડૉલર સુધી પહોંચી ગયો છે.

સોનુ
સોનુ
author img

By

Published : Jul 23, 2020, 7:00 PM IST

મુંબઇ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં મજબુત સંકેત મળ્યા પછી બુધવારે બંને કિંમતી ધાતુઓના ભાવ ભારતીય વાયદા બજારમાં નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. ચાંદીનો ભાવ રૂપિયા 60,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગઈ છે, જ્યારે સોનાનો 10 ગ્રામનો ભાવ પણ રૂપિયા 50,000ના સ્તરને પાર પહોંચી ગયું છે.

ભારતીય વાયદા બજારમાં ચાંદીનો ભાવ 23 જાન્યુઆરી, 2013 ના રોજ પ્રતિ કિલો રૂપિયા 59,974 પર પહોંચ્યો હતો, જે રેકોર્ડ સ્તર પર હતો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ; એમસીએક્સ પર સિલ્વર બુધવારે સવારે 9.13 વાગ્યે ચાંદીના સપ્ટેમ્બર એક્સપાયરી કરારમાં અગાઉના સત્રની તુલનામાં રૂપિયામાં 3208 અથવા 5.59 ટકાના વધારા સાથે, પ્રતિ કિલો રૂપિયા 60550 પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે ચાંદીનો ભાવ એમએક્સએક્સ પર રૂપિયા 58,000 પર ખુલ્યો. અને વધીને 60,782 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે, જે એક નવો રેકોર્ડ છે.

એમસીએક્સ પર સોનાનો વાયદા પાછલા સત્રની સરખામણીએ રૂપિયા 435 અથવા 0.88 ટકાના વધારા સાથે 10 ગ્રામ દીઠ રૂપિયા 49,962 પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે સોનાનો ભાવ એમસીએક્સ પર 10 ગ્રામ દીઠ વધીને 49,975 રૂપિયા પર પહોંચી ગયો છે, જે સર્વાધિક રેકોર્ડ છે. લેવલ ટૂંક સમયમાં સોનું 50 હજાર થવા જઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.