કાર્યકાળના વધારાથી આયોગને 2020-2026ના સમયગાળા માટે પોતાની ભલામણોને અંતિમ રૂપ આપવા માટે સુધારાઓ અને નવી વાસ્તવિકતાઓને જોતા નાણાકીય અંદાજો માટેના વિવિધ અનુમાનોની તપાસ માટે સક્ષમ કરાશે.
1 એપ્રિલ 2021ની ઉપર આયોગ માટે 5 વર્ષનું કવરેજ ઉપલબ્ધ કરવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંન્નેના મધ્યમ અને લાંબાગાળાની અવધિ માટે નાણાકીય યોજનાઓને ડિઝાઈન કરવા અને આ મિડ-કોર્સ મૂલ્યાંકન અને સુધારણા માટે પૂરતો સમય આપવામાં મદદ મળશે.