પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 198.96 ઉછળી 38,871.87 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 45.25 વધી 11,669.15 બંધ થયો હતો.
સેન્સેક્સમાં 198 પોઈન્ટનો ઉછાળો
આજે સવારે જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ખુલ્યા હતા. સેન્સેક્સ 38,858.88 ખૂલ્યો હતો, અને જોતજોતામાં ઝડપી ઉછળી 39,000ની સપાટી કૂદાવીને 39,115.57 બંધ રહ્યો હતો. જે વર્ષની નવી ઊંચી સપાટી બતાવી હતી. જો કે. પ્રોફીટ બુકિંગ આવતાં ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ થોડો પાછો પડી 38,871.87 બંધ રહ્યો હતો. જે 198.96(0.51 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
નિફટી ઈન્ડેક્સ 45.25 ઉછળ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 11,665.20ના ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો, જે ઝડપી વધી 11,738.10 થયો હતો. જે વર્ષનો નવા ઊંચા લેવલ 11,760.20થી થોડો દૂરરહ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે નિફટી થોડો પાછો પડી 11,669.15 બંધ થયો હતો. જે 45.25(0.39 ટકા) નો ઉછાળો દર્શાવે છે.
એફઆઈઆઈની નવી લેવાલી
આર્થિક વૃદ્ધિ દરને ગતિ આપવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 4 એપ્રિલે રેટ કટ કરે તેવી ધારણા છે, જેને પગલે તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી. આંતરરાષ્ટ્રીય મેટલ માર્કેટમાં પણ તેજી તરફી સંકેતો મળતાં આજે મેટલ, વાહન અને નાણાકીય કંપનીઓના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલીથી તેજી આગળ વધી હતી. તે ઉપરાંત માર્ચમાં ચીનમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં ગતિ આવી છે, જેની સીધી અસર સ્થાનિક બજાર પણ પડશે. જેથી જનરલ સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું. એફઆઈઆઈની નવી લેવાલી આવી હોવાના પણ સમાચાર હતા, જો કે ઊંચા મથાળે સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડોની વેચવાલી રહી હતી.
ટોપ ગેઈનર્સ- ટોપ લુઝર્સ
આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં તાતા મોટર(7.37 ટકા), વેદાન્તા(2.86 ટકા), ભારતી એરટેલ(2.73 ટકા), તાતા સ્ટીલ(2.66 ટકા) અને મારૂતિ સુઝુકી(2.57 ટકા) રહ્યા હતા. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ઈન્ડુસઈન્ડ બેંક(2.22 ટકા), એમ એન્ડ એમ(1.66 ટકા), એક્સિસ બેંક(1.42 ટકા), પાવર ગ્રીડ(1.26 ટકા) અને એચડીએફસી(1.21 ટકા) રહ્યા હતા.