બજેટ સ્પીચ પુરી થયા પછી શેરોની જાતેજાતમાં ભારે વેચવાલી ફરી વળી હતી. અને બપોરે 1.33 કલાકે બીએસઈ સેન્સેક્સ 451 પોઈન્ટ 39,456 પર ટ્રેડ કરતો હતો. નિફટી ઈન્ડેક્સ 134 પોઈન્ટ તૂટી 11,811 પર ટ્રેડ કરતો હતો. મોદી સરકારના આ બજેટ પર શેરબજારને ભારે આશા અને અપેક્ષા હતી. જીડીપી ગ્રોથ રેટ અને રોજગારી વધારવા માટે નવી યોજનાઓ જાહેર થશે, પણ બજેટ સાવ ફિક્કુ રહ્યું છે. ઉપરથી આ બજેટમાં બોજો લદાયો છે, કોઈ ટેક્સ છૂટ અપાઈ નથી. પરિણામે શેરબજાર ભારે નિરાશ થયું છે.
પાન કાર્ડની જગ્યાએ હવે આધાર કાર્ડથી આવકવેરા રીટર્ન ભરી શકાશે
- 45 લાખનું ઘર ખરીદો તો 1.50 લાખ રૂપિયાની વધારાની ટેક્સ છૂટ મળશે
- બેંક ખાતામાંથી વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધારે રોકડ રકમ ઉપાડશે તો 2 ટકા ટીડીએસ લાગશે
- 2-5 કરોડ આવકવાળા માટે 3 ટકા વધારાનો ટેક્સ આપવો પડશે
- 5 કરોડથી વધારાની આવકવાળાઓએ 7 ટકા વધારાનો સરચાર્જ આપવો પડશે
- રૂપિયા 400 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર 25 ટકા ટેક્સ લાગશે, પહેલા આ મર્યાદા 250 કરોડના ટર્નઓવરની હતી