Exite Pollના પરિણામ ગઇ કાલે આવ્યા હતા ત્યારે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે એક્ઝિટ પોલના પરિણામની અસર શેર બજારમાં પણ જોવા મળશે. ત્યારે આજે માર્કેટ ખૂલતાની સાથે નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો થયો છે. જ્યારે સેન્સેક્સમાં 800થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
BSEના 30 શેર પર આધારિત સેન્સેક્સ આજે 38,819.68 ખુલ્યું હતું અને 888.19 પોઈન્ટનો ઉછાળો થયો છે. જ્યારે NSEના 50 શેર પર આધારિત નિફ્ટી 284.15 પોઈન્ટ ઉછળીને 11,691 પર ખુલ્યું હતું.
ત્યારબાદ સેનસેક્સ 12:54 વાગ્યે 1100 અંક ઉછળીને 39,000 એ પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી લગભગ આ જ સમયે 330 પોઇન્ટ વધીને 11,700 પર પહોંચી ગયું છે.
તો 2.54 વાગ્યે સેનસેક્સમાં જોરદાર ઉછાળો આવ્યો છે. સેનસેક્સ 1300 અંક વધીને 39 હજારને પાર પહોંચી ગયો છે.
ITને છોડીને નિફ્ટીના બધા જ શેર લીલી નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઉપરાંત મિડકેપ અને સ્મોલ કેપમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તો સોમવારે ડૉલરના મુકાબલે રૂપિયામાં તેજી જોવા મળી હતી. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 73 પૈસા વધીને 69.49 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગત સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 70.22 ના સ્તર પર બંધ થયો હતો.