માલપાસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, વિશ્વ બેન્ક પાસે 24 અબજ ડૉલરની લોનની 97 પરિયોજના છે. અમને આશા છે કે, ભારતમાં ચાલી રહેલી પરિયોજના અને સુધારાઓને પૂર્ણ કરતા રહે. આ વાર્ષિક 5-6 અબજ ડૉલરનું થઈ શકે.
વિશ્વ બેન્કના પ્રમુખે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન નિર્મલા સિતારમણ સાથે મુલાકાત કરી હતી. માલપાસે કહ્યુ કે, વડાપ્રધાન સાથેની મુલાકાતમાં આર્થિક ક્ષેત્ર, પ્રાદેશિક સંપર્ક યોજના અને નાગરિક સેવાઓ જેવા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ.