નવી દિલ્હી: વૉટ્સએપ ભારતમાં 40 કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે ચૂકવણીનું મોટું માધ્યમ અને મોબાઇલ આધારિત ઇકોમર્સ બનતા પહેલા ભારતની બેન્કો માટે ડિજિટલ ચેનલ તરીકે એકદમ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
ભારતમાં બેન્કો ડિજિટલી નિષ્ક્રિય ગ્રાહકોની સુવિધા વધારવા માટે પહેલેથી જ એપ્લિકેશનનો ભરપૂર લાભ લઈ રહી છે. સામાજિક અંતરના આ સમયમાં બેન્ક વૉટ્સએપને તેમની પ્રથમ ડિજિટલ બેન્કિંગ ચેનલ તરીકે અપનાવી રહી છે.
આજે વૉટ્સએપ ગ્રાહકો માટે બેન્કો સાથે વાચતીત કરનારુ સુવિધાજનક પ્લેટફોર્મ બની ગયું છે. કોટક મહિન્દ્રા બેન્ક એ દેશની પ્રથમ બેન્ક હતી. જેમણે 2018માં વોટ્સએપ પર બેન્કિંગ સેવાઓ શરૂ કરી હતી.
બેન્કે પોતાના વોટ્સએપ બેન્કિંગ ચેનલ પર લગભગ 20 લાખ ગ્રાહકોને સેવા આપી છે. જેમાં અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં બેન્કે નાણાકીય વર્ષ 2020માં વૉટ્સએપ બેન્કિંગમાં 98 ટકાનો વધારો નોંધાયો છે.
એચડીએફસી બેન્કની વાત કરીએ તો આ બેન્કે પણ વૉટ્સએપ બેન્કિંગથી ગ્રાહકોને જોડ્યા છે.